ફ્રાન્સ : 6 દેશોમાં 20 લાખ લોકો માટે કામ કરનાર ઈસ્લામિક ચેરેટી બંધ : ઇમરાનખાને કહ્યું – એક થાય તમામ મુસ્લિમ દેશ

ફ્રાન્સ : 6 દેશોમાં 20 લાખ લોકો માટે કામ કરનાર ઈસ્લામિક ચેરેટી બંધ : ઇમરાનખાને કહ્યું – એક થાય તમામ મુસ્લિમ દેશ

ફ્રાન્સમાં ઇતિહાસના શિક્ષકની હત્યા બાદ સરકારે ઇસ્લામિક સંસ્થાઓને સકંજામાં લેવાનું તેજ કર્યું છે. બુધવારે અહીં બારાકાસીટી નામના એક ઇસ્લામિક ચેરિટી સંગઠનને બંધ કરાયું હતું.આ સંસ્થા 26 દેશોમાં આશરે 20 લાખ લોકો માટે કામ કરતી હતી. ફ્રાન્સની સરકાર અને રાષ્ટ્રપતિ એમૈનુએલ મેક્રોને થોડા દિવસો પહેલા કહ્યું હતુ કે ઇસ્લામિક કટ્ટરવાદ પર જોરશોરથી હુમલો કરવામાં આવશે.

બીજી તરફ, ફ્રાન્સમાં ઇસ્લામના અપમાનના વિરોધમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સમાં ઇસ્લામામ વિરુદ્ધ જે કંઇ થઈ રહ્યું છે, તેના વિરોધમાં દરેક મુસ્લિમ દેશોએ એક થવું જોઈએ.

સંસ્થાએ જ માહિતી આપી હતી
બારાકાસિટીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે ફ્રાન્સની સરકારે આ ચેરિટી સંસ્થાને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તે હવે તે દેશમાં ચલાવવાનું પસંદ કરશે છે જ્યાં તેને રાજકીય આશ્રય મળશે. સંસ્થાના સ્થાપક ઈદરિસ શિમેડીએ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનની મદદ માંગી છે. ઈદરિસે ટ્વીટ કરી કહ્યું કે- હું અને મારી ટીમ તમારા દેશમાં રાજકીય આશ્રય લેવા માંગીએ છીએ. કારણ કે, ફ્રાન્સમાં અમે સુરક્ષિત નથી.

સંસ્થા નફરત ફેલાવી રહી હતી
ફ્રાન્સના ગૃહપ્રધાન ગેરાલ્ડ ડેરમેનિયને બારાકાસિટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, અને કહ્યું- અમારી સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. બારાકાસીટી ફ્રાન્સમાં તિરસ્કાર, ઇસ્લામિક કટ્ટરવાદ ફેલાવી રહતું હતું. તે આતંકવાદીઓની હરકતોની પ્રશંસા કરતા હતા. આવી કોઈ સંસ્થાને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. જો કે, સંસ્થાએ ગેરાલ્ડના આરોપોને નકારી કાઢ્યા હતા. અને કહ્યું- તમારી ગુપ્તચર એજન્સીઓ પાસે અમારી સામે કોઈ પુરાવા નથી. સંસ્થાના સ્થાપક શિમાદીની થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ફ્રાન્સની એન્ટિ ટેરેરિજ્મ ફોર્સ દ્વારા તેને ખૂબ માર મારવામાં પણ આવ્યો હતો.

ઈમરાનની અપીલ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મુસ્લિમ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ફ્રાન્સમાં મુસ્લિમો સામે જે કઈપણ થઈ રહ્યું છે, તે દુનિયામાં ઇસ્લામોફોબિયા ફેલાવવાનું કાવતરું છે. તેની સામે તમામ મુસ્લિમ દેશોએ એક થવાની જરૂર છે. તેની જરૂરિયાર ખાસ રીતે યુરોપમાં વધુ છે. ફ્રાન્સમાં મુસ્લિમો વિરુદ્ધ સરકારની કાર્યવાહી ગત દિવસોમાં ત્યારે શરૂ થઈ જ્યારે એક યુવકે એક ઇતિહાસના શિક્ષકની હત્યા કરી હતી. શિક્ષક પર આરોપ હતો કે તેને ક્લાસમાં ઇસ્લામનું અપમાન કરતું ચિત્ર બતાવ્યુ હતું.