એક જ IMEI નંબર પર ચાલી રહ્યા હતા ચાઈનીઝ કંપનીના 13,000 ફોન, તમે પણ થઈ જજો એલર્ટ

એક જ IMEI નંબર પર ચાલી રહ્યા હતા ચાઈનીઝ કંપનીના 13,000 ફોન, તમે પણ થઈ જજો એલર્ટ

દરેક ફોનની ઓળખાણ તેનો IMEI નંબર હોય છે. તમામ ફોનના ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી નંબર (IMEI) અલગ-અલગ હોય છે. અને ડ્યુઅલ સિમ સ્માર્ટફોનના બે IMEI નંબર હોય છે. જો કે, કઈ બાર એક જ IMEI પર ચાલતાં એકથી વધારે ફોન્સનો મામલો સામે આવે છે પણ હવે એક એવો ખેલ સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. એક જ IMEI નંબર પર 13,000 ફોન ચલાવવાનો મામલો ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવ્યો છે.

IMEI ક્લોનિંગના મામલા પહેલેથી જ સામે આવી રહ્યા છે અને બાયર્સને ખાસ કરીને આવા ક્લોનિંગથી બચીને રહેવું જોઈએ. સામે આવનાર મામલો એક ચાઈનીઝ કંપની સાથે જોડાયેલો છે, જેના તરફથી ભારતમાં વેચાતા લગભગ 13 હજાર ફોન્સનો IMEI નંબર એક જ હતો. સૌથી પહેલાં સમજવાની જરૂર એ છે કે, IMEI નંબરનું મહત્વ કેટલું છે. દરેક ડિવાઈઝ જે વાયરલેસ કનેક્શન સાથે જોડાઈ શકે છે, તેને એક ખાસ ઓળખાણ આપવામાં આવે છે. એટલે કે IMEI નંબર કોઈ ડિવાઈઝના નામ જેવી હોય છે, જેનાથી તેને ઓળખી શકાય છે.

કંપનીને મળી ક્લિન ચિટ

હજારો સ્માર્ટફોન્સનો એક જેવો IMEI નંબર હોવાનો મતલબ છે કે તેની અલગ-અલગ ઓળખી શકાતા નથી અને કોઈપણ ગેરકાનૂની ગતિવિધિમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તમને જાણીને હેરાની થશે કે ચાઈનીઝ કંપનીને આમ કરવા બદલ ક્લિન ચિટ પણ આપી દેવામાં આવી છે. કંપનીએ પોતાના બચાવમાં કહ્યું છે કે આવું એક ટેક્નિકલ ફોલ્ટને કારણે થયું છે. હકીકતમાં ભારતના IT એક્ટમાં આમ કરવું ગુનો માનવામાં આવતો નથી અને હાલના એક્ટને નવા પ્રકારના ક્રાઈમ્સના હિસાબથી અપડેટ કરવાની જરૂર છે.

તમારું એલર્ટ રહેવું જરૂરી

ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન્સ (DoT)એ કહ્યું કે, સામે આવેલાં મામલા પર એક્શન લેવા માટે કોઈ યુનિફોર્મ ગાઈડલાઈન્સ નથી. સાફ છે કે, ગ્રાહકની જવાબદારી તેવામાં વધી જાય છે કેમ કે જો તમારો IMEI નંબરવાળા ફોન હજારો લોકો ઉપયોગ કરી રહ્યા છે તો કોઈના ખોટા કામના બદલે તમને પકડવામાં આવી શકે છે. નવો ફોન ખરીદ્યા બાદ કંપનીની ઓફિશિયલ સાઈટ પર જઈને તમે પોતાનો IMEI નંબર વેરિફાઈ કરી શકો છો. આ ઉપરાંત તમારે ટ્રસ્ટેડ બ્રાન્ડ્સના જ ફોન ખરીદવા જોઈએ.