UKમાં સૌપ્રથમ કોરોના થનાર યુવકે કહ્યું હતું કે વ્હિસ્કી-મધથી વાયરસ ભાગી જાય, 11 મહિના બાદ…

UKમાં સૌપ્રથમ કોરોના થનાર યુવકે કહ્યું હતું કે વ્હિસ્કી-મધથી વાયરસ ભાગી જાય, 11 મહિના બાદ…

બ્રિટન (Britain)માં રહેતા 26 વર્ષના યુવકનું મોત થયું છે જેને લગભગ 11 મહિના પહેલાં કોરોના (Corona) થયો હતો. કોનોર રીડ (Connor Reed) નામનો યુવક ચીન (China)ના વુહાન (Wuhan)ની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગયા વર્ષે નવેમ્બર (November)માં વુહાનમાં જ તેને કોરોના થયો હતો.

કોનોર રીડને કોરોના થયા બાદ દાવો કર્યો હતો કે તેણે એન્ટીબાયોટિકનું સેવન કર્યું નહીં અને માત્ર વ્હિસ્કી-મધ પીવાથી સાજો થઇ ગયો. તો ધ સનના રિપોર્ટના મતે કથિત રીતે સાજા થયા બાદ પણ કોનોર છેલ્લાં કેટલાંય મહિનાથી તકલીફમાં હતો.

એવું મનાય છે કે કોનોર યુ.કેનો પહેલો એવો વ્યક્તિ હતો જે કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. ગયા સપ્તાહે બ્રિટનની યુનિવર્સિટીના પોતાના રૂમમાં કોનોર મૃત અવસ્થામાં જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયા (Australia)માં રહેતી તેની માતા એ કહ્યું કે કોરોના સંક્રમણ થયા બાદ તે કયારેય સંપૂર્ણપણે સાજો થઇ શકયો નહીં.

કોનોરની માતા એ કહ્યું કે લોકડાઉન (Lockdown) દરમ્યાન કોનોરને 16 સપ્તાહમાં વુહાનમાં, 2 સપ્તાહ ઓસ્ટ્રેલિયામાં અને ત્રણ સપ્તાહ બ્રિટનમાં બંધ રહેવું પડયું હતું. તેમની માતા એ કહ્યું કે પ્રતિબંધોના લીધે તે ખુદ દીકરાના અંતિમ સંસ્કારમાં ભાગ લઇ શકયા નથી. તો ગયા મહિને યુનિવર્સિટી ખૂલ્યા બાદ અત્યાર સુધી બ્રિટનમાં 9 વિદ્યાર્થીઓના કોરોના વાયરસથી મોત થઇ ચૂકયું છે.

આની પહેલાં કોનોરને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું એ વાતનો પુરાવો છું કે તમે કોરોના વાયરસથી બચી શકો છો. કોનોરની માતા એ કહ્યું કે તેને ચીની ભાષા શીખવાનો શોખ હતો એટલે વુહાન ગયો હતો. પછી પાછા ફરીને તે બ્રિટનની યુનિવર્સિટીમાં ચીની ભાષાનો અભ્યાસ કરી રહ્યો હતો.