શું તમે જાણો છો દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે કેમ આવે ‘ધોકો’? જાણો બેસતા વર્ષની ઉજવણી ક્યારે?

શું તમે જાણો છો દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે કેમ આવે ‘ધોકો’? જાણો બેસતા વર્ષની ઉજવણી ક્યારે?


દિવાળીના (Diwali )તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની (New Year)ઉજવણી ક્યાં દિવસે ઉજવણી કરવી તે અંગે ભારે અસમંજસ છે. આ વખતે દિવાળી અને કાળી ચૌદશ એટલેકે છોટી દિવાળીની એક સાથે આવી હતી.

સવારે કાળી ચૌદશ અને બપોર પછી દિવાળીના તહેવારની ઉજવણી થઈ હતી ત્યારે આજે રવિવારે બેસતું વર્ષ (New Year) કે પરમ દિવસે ? તે અંગે લોકોમાં ભારે અસમંજસની સ્થિતિ છે. સોમવારે નૂતન વર્ષની (New Year)ઉજવણી કરી શકાશે અને આજે રવિવારે પડતર દિવસ એટલે ધોકો રહેશે.

સામાન્ય રીતે દિવાળી પછી બીજા દિવસે લોકો હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષની (New Year) ઉજવણી કરતા હોય છે જો કે આ વખતે ધોકો હોવાથી સોમવારે નૂતન વર્ષની (New Year)ઉજવણી કરવામાં આવશે.

ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી (Diwali ) અને નૂતન વર્ષ (New Year)વચ્ચે આવતો વધારાનો દિવસ. એ દિવસે દિવાળી (Diwali ) આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે.

ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યાવહારીક સરળતા ખાતર ચંદ્રની તિથિ સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમિયાન તિથિ બદલાઇ જતી હોય.

ધોકાને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.

જો કે સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ (New Year) બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના (New Year)પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે. કેટલાંક જ્યોતિષીઓના મત પ્રમાણે ધોકો પાળવાની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે ઉદ્‍ભવી છે, પ્રાચીન ગણતરીઓમાં આવી કોઈ પ્રથા જણાતી નથી. ધોકો પાળવો કે ન પાળવો એ સ્વૈચ્છીક ગણાવાય છે