અમેરિકાની વિશ્વવિદ્યાલયમાં હવે જૈન ધર્મનો થશે અભ્યાસ, પીઠની થઈ સ્થાપના

અમેરિકાની વિશ્વવિદ્યાલયમાં હવે જૈન ધર્મનો થશે અભ્યાસ, પીઠની થઈ સ્થાપના

અમેરિકાની કૈલિફોર્નિયા વિશ્વવિદ્યાલયે ત્રણ ભારતીય-અમેરિકન દંપતિઓ તરફથી દશ લાખ ડોલરનું દાન મળ્યા બાદ વિશ્વવિદ્યાલયમાં જૈન અધ્યયનની એક પીઠની સ્થાપના કરી છે. ભગવાન વિમલનાથ એન્ડાઉડ ચેર ઇન જૈન સ્ટડીઝ યૂનિવર્સિટી ઑફ કૈલિફૉર્નિયા, સાંતા બારબરામાં જૈન ધર્મ પર સ્નાતક કાર્યક્રમ વિકસિત કરવામાં આવશે અને અભ્યાસ કરાવવામાં આવશે.

વિશ્વ વિદ્યાલય તરફથી કહેવામાં આવ્યું કે, જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા, અપરિગ્રહ અને અનેકતાવાદ વિશે અધ્યનન કરાવવામાં આવશે તથા આધુનિક સમાજમાં આના ક્રિયાન્વન પર ધ્યાન આપવામાં આવશે. નિવેદન પ્રમાણે ડૉક્ટર મીરા અને ડૉ. જસવંત મોદીએ વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દાન આપ્યું. રીટા અને ડૉ. નરેન્દ્ર પારસને નરેન્દ્ર એન્ડ રીટા પારસન ફેમિલી ટ્રસ્ટમાં અને રક્ષા તથા હર્ષદ શાહે શાહ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા દાન આપ્યું.

ત્રણેય દંપતીઓએ સંયુક્ત વક્તવ્યમાં કહ્યું કે, “માનવ જાતિ અને તમામ રૂપોમાં જીવનની મદદ કરવા તથા જળવાયુ પરિવર્તનને પહોંચી વળવાની સૌથી પ્રભાવશાળી રીત અહિંસાના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવું તથા તમામ મતોના લોકો પ્રત્યે સન્માન દર્શાવવું છે. જૈન અધ્યયન માટે એક પીઠનું સમર્થન કરવું અને તેની સ્થાપના કરવી આ લક્ષ્યની પ્રાપ્તિની સૌથી સારી રીત છે.”