દેવ દિવાળીનું શું છે મહત્વ? આ દિવસે કેમ દીવાનું દાન કરવામાં આવે છે? જાણો

દેવ દિવાળીનું શું છે મહત્વ? આ દિવસે કેમ દીવાનું દાન કરવામાં આવે છે? જાણો

કાર્તક મહિનાની પૂર્ણિમાને (Kartik Purnima 2020) કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. શિવ અને વૈષ્ણવ સંપ્રદાયમાં આ પૂર્ણ ચંદ્રનું સમાન મહત્વ છે. આ દિવસે શિવજીએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને વિષ્ણુજીએ પણ મત્સ્ય અવતાર લીધો. તેથી તેને દેવ દિવાળી 2020 પણ કહેવામાં આવે છે. આ દિવસે, પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન આપવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે છ કૃતિકાનું પણ પૂજન કરવામાં આવે છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા 29 અને 30 નવેમ્બરના રોજ છે. 29 નવેમ્બરના રોજ પૂર્ણિમા રાત્રિની પૂજા કરવામાં આવશે. જ્યારે પૂર્ણ ચંદ્ર સ્નાન અને ઉપવાસ 30 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

આ દિવસે કેમ કરવામાં આવે છે દીપદાન?

કાર્તિક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીના જળથી સ્નાન કરી દીપદાન કરવું જોઇએ. પરંતુ આ દીપદાન નદિના કિનારે કરવામાં આવે છે. તેનો દિવાળી સાથે કોઇ સંબંધ નથી. લોકાચારની પરંપરા હોવાના કારણે વારાણસીમાં આ દિવસે ગંગા કિનારે વૃહદ સ્તર પર દીપદાન કરવામાં આવે છે. તેને વારાણસીમાં દીપાવલી કહેવામાં આવે છે. પરંતુ આ શાસ્ત્રગત નથી.

કેમ કહેવામાં આવે છે દેવ દિવાળી?

ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. આ ઘટના કાર્તિક પૂર્ણિમાની રાત્રે થઇ હતી. ત્રિપુરાસુરના વધની ખુશીમાં દેવતાઓએ કાશીમાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા. આ જ કારણ છે કે, દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાએ આજે પણ કાશીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ દિવાળી દેવોએ મનાવી હતી માટે તેને દેવ દિવાળી કહેવમાં આવે છે.

આ દિવસે કૃતીકની પૂજા કેવી રીતે કરવી?

આ દિવસે કૃત્તિકાઓનું રાત્રિમાં પૂજન કરવું જોઇએ. આ પૂજાથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ છ કૃત્તિકાઓ છે. શિવ, સંભૂતિ, સંતિ, પ્રીતિ, અનુસુયા અને ક્ષમા. તેમનું પૂજન કર્યા બાદ ગાય, બકરી, ઘોડો અને ઘી વગેરેનું દાન કરવું જોઇએ. કૃત્તિકાઓથી સંતાન અને સમ્પન્નતા પ્રાપ્તિની પ્રાર્થના કરવી જોઇએ.

ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ

ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરનું વધ કર્યું હતું. માટે આ દિવસને ‘ત્રિપુરી પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. શિવજીની વિશેષ પૂજાથી આ દિવસે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ઉપવાસ રાખીને શિવજીની પૂજા કરીને બળદનું દાન કરવાથી શિવ પદ પ્રાપ્ત થાય છે. શિવ આદિ ગુરૂ છે, માટે આ દિવસે રાત્રિ જાગરણ કરીને ઉપાસના કરવાથી ગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે. ભૂલોના પ્રાયશ્ચિત માટે પણ આ દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે.