સંયુક્ત રાષ્ટ્રે ભાંગને ડ્રગ્સની યાદીમાંથી દૂર કરીને એક દવા તરીકે માન્યતા આપી

સંયુક્ત રાષ્ટ્રે ભાંગને ડ્રગ્સની યાદીમાંથી દૂર કરીને એક દવા તરીકે માન્યતા આપી

। સંયુક્ત રાષ્ટ્રસંઘ ।

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં થયેલા ઐતિહાસિક મતદાનને અંતે સંગઠને ભાંગ એક દવા હોવાની વાતનો સ્વીકાર કરીને તેને માન્યતા આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના તજ્જ્ઞાોએ કરેલી ભલામણ પછી સંયુક્ત રાષ્ટ્રે આ નિર્ણય લીધો છે. સંયુકત રાષ્ટ્ર માદક પદાર્થ પંચે ભાંગને ડ્રગ્સની યાદીમાંથી દૂર કરી દીધી છે. આ યાદીમાં હેરોઇન જેવા ખતરનાક ડ્રગ્સનો સમાવેશ થતો હોય છે. ખૂબ જ માદક અને માનવીય આરોગ્ય માટે ના બરોબર ઉપયોગી હોય તેવા પદાર્થનો આ યાદીમાં સમાવેશ થતો હોય છે. જોકે સંયુક્ત રાષ્ટ્રના કાયદા મુજબ ભાંગને હજીપણ બિનતબીબી ઉપયોગના રૂપમાં પ્રતિબંધિત ડ્રગ જ માનવામાં આવશે.

કેટલાક સમયથી ભાંગ અને ગાંજાના તબીબી ફાયદાને મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે. હાલમાં ૫૦ થી વધુ દેશોએ ભાંગના તબીબી મૂલ્યને સમજીને ઉપયોગને કાયદેસર માન્યો છે. કેનેડા, ઉરૂગ્વે અને અમેરિકાના ૧૫ રાજ્યો ભાંગના મનોરંજક અને તબીબી ઉપયોગને કાયદેસર મનાય છે.

૨૭ દેશો સમર્થનમાં, ભારતે વિરોધમાં કર્યું મતદાન

ભાંગને પ્રતિબંધિત ડ્રગની યાદીમાંથી બહાર કાઢવા સંયુક્ત રાષ્ટ્રે મતદાન કરાવ્યું હતું. તે મતદાન વખતે પક્ષમાં ૨૭ મત તો વિરોધમાં ૨૫ મત પડયા હતા. ઐતિહાસિક મતદાન વખતે બ્રિટને ફેરફારની તરફેણમાં તો ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન અને રશિયા સહિતના દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું.