ફેરો ટાપુ : સમુદ્રની 613 ફૂટ નીચે 11 કિ.મી. લાંબી ટનલ

ફેરો ટાપુ : સમુદ્રની 613 ફૂટ નીચે 11 કિ.મી. લાંબી ટનલ

  • દુનિયાની પ્રથમ અંડર સી રાઉન્ડઅબાઉટ ટનલ
  • 1200 કરોડ રૂપિયા ખર્ચ થયો
  • 6000 વાહન રોજ ટનલમાંથી પસાર થશે
  • 58 મિનિટનો સમય બચશે
  • 613 ફૂટ નીચે છે સમુદ્રના તળિયાથી
  • 900 રૂપિયા ટૉલ ચૂકવવો પડશે

તસવીર દુનિયાની પહેલી રાઉન્ડઅબાઉટ ટનલ નેટવર્કની છે. ડેનમાર્કના ફેરો ટાપુ પર સ્ટ્રેમૉય અને આયસ્ટ્રૉયને જોડનારી આ ટનલ 11 કિ.મી.લાંબી છે. આ બંને વચ્ચે સફરમાં પહેલાં 1 કલાક 14 મિનિટનો સમય લાગતો હતો હવે ફક્ત 16 મિનિટમાં આ અંતર કાપી શકાશે. 19 ડિસેમ્બરથી આ ટનલ લોકો માટે ખુલ્લી મુકાશે.

ટનલમાં ગાડીઓ અહીંથી પ્રવેશ કરી શકશે.

સામાન્ય રીતે સુરંગના બે છેડા હોય છે એટલે કે વચ્ચેથી પાછા ફરવું શક્ય નથી હોતું પણ અા ટનલ વચ્ચે એક સર્કલ બનાવાયું છે જેનાથી અડધે રસ્તેથી પાછા ફરી શકાશે. ટનલ સમુદ્રની તળેટીથી આશરે 613 ફૂટ નીચે બનેલી છે. અગાઉ તૂર્કીની બૉસફોરસ ખાડીમાં મરમારય ટનલ સમુદ્રના 180 ફૂટ નીચે બનાવાઇ હતી. 13.6 કિ.મી. લાંબી આ ટનલ ઈસ્તંબુલના બંને કિનારે એશિયા અને યુરોપને જોડે છે.