2021માં આ તમામ ફોનમાં What’sApp થઈ જશે બંધ પણ ચાલુ રાખવા કરો આટલુ

2021માં આ તમામ ફોનમાં What’sApp થઈ જશે બંધ પણ ચાલુ રાખવા કરો આટલુ

સેજિંગ એપ વોટ્સઅપ (WhatsApp) આજે કોઈ વ્યક્તિના સ્માર્ટ ફોનમાં ના હોય તો જ નવાઈ. આ સોશિયલ મીડિયા (Social Media) આજકાલ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ ફેસબુક (Facebook) ની માલિકી ધરાવતા વોટ્સઅપે લીધેલા એક નિર્ણયથી દુનિયાના કરોડો લોકો ચિંતામાં મુકાયા છે.

વ્હોટ્સએપ (WhatsApp) એ આવનાર નવા વર્ષ 2021માંથી કેટલાક જૂના એંન્ડ્રોઇડ (Android) અને આઇઓએસ (iOS) સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. WhatsApp દર વર્ષે કેટલાક જૂના અને આઉટડેટેડ એંડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરતુ આવ્યું છે. આ કડીમાં WhatsApp એ 2021થી કેટલાક જૂના એંડ્રોઇડ અને આઇઓએસને સપોર્ટ બંધ કરવાની વાત કહી છે.

એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર અપગ્રેડ કર્યા વિના જૂના આઇફોન અથવા એંડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહેલા લોકો 2021ની શરૂઆતથી જ વોટ્સઅપનો ઉપયોગ કરી શકશ નહી. માટે વોટ્સઅપની સર્વિસ માટે સ્માર્ટફોનની સિસ્ટમને અપડેટ કરી લેવી વધુ યોગ્ય લેખાશે.

આ મામલે WhatsAppએ પોતાના એક બ્લોગમાં જણાવ્યું હતું કે, 2021 થી તે iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. આ ફોનના યૂઝર્સને પોતાના ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. WhatsApp ના સપોર્ટ પેજ પર યૂઝર્સને કહેવામાં આવ્યું છે કે, તે પોતાના ફોનને જૂની ઓપરેટિંગ સિસ્ટમના બદલામાં એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરી લે, ત્યારે પણ WhatsApp ના તમામ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2021 WhatsApp નો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhone માં ઓછામાં iOS 9 અથવા તેનાથી નવા વર્જન અને એંડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 4.0.3 અથવા તેનાથી નવું વર્જન હોવું જોઇએ.

જોકે જૂના અને આઉટડેટેડ iOS અને એંડ્રોઇડ સ્માર્ટફોનની સંખ્યા હવે ઘણી ઓછી રહી જવા પામી છે. પરંતુ જે બચ્યા છે તેમને WhatsAppના તમામ ફીચર્સનો લાભ ઉઠાવવા માટે પોતાને અપગ્રેડ કરવું પડશે. WhatsAppની નવી જાહેરાતથી iPhone4 સુધીના મોડલ WhatsApp સપોર્ટ ગુમાવી દેશે. એટલે કે WhatsApp કામ નહીં કરે. તો બીજી તરફ iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓછામાં ઓછા  iOS 9 અપગ્રેડ કરવું પડશે. તો બીજી તરફ Android ફોનની વાત કરીએ તો HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2માં નવા વર્ષથી WhatsApp નહી ચાલે.