આજથી બદલાયા UPI, ચેક પેમેન્ટ સાથેના નિયમો, દેશના કરોડો ગ્રાહકોને થશે અસર

આજથી બદલાયા UPI, ચેક પેમેન્ટ સાથેના નિયમો, દેશના કરોડો ગ્રાહકોને થશે અસર

ચેક પેમેન્ટ સિસ્ટમ – 1 જાન્યુઆરી, 2021 થી, ચેક પેમેન્ટ (Cheque Payment) સંબંધિત નિયમો બદલાશે. સકારાત્મક ચેક પેમેન્ટ (Positive Pay System) દ્વારા રૂ. 50,000 અથવા વધુની ચુકવણી પર કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ફરીથી પુષ્ટિ કરવી પડશે. જો કે, તે ખાતાધારક પર આધારીત રહેશે કે તે આ સુવિધા મેળવે છે કે નહીં. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પ્રદાન કરી શકે છે.

કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શન – રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. તે 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી માટે પિન દાખલ કરવાનો રહેશે નહીં.

યુપીઆઈની ( UPI )ચુકવણીમાં ફેરફાર થશે – 1 જાન્યુઆરી 2021થી, યુપીઆઈ દ્વારા ચુકવણી મોંઘી થશે. થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી એપ પર વધારાનો ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવામાં આવ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણ માટે નિયમો બદલાયા- સેબીએ ( SEBI )મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, 75 ટકા ભંડોળ હવે ઇક્વિટીમાં રોકાણ કરવાનું રહેશે, જે હાલમાં ઓછામાં ઓછું 65 ટકા છે. સેબીના નવા નિયમો અનુસાર મલ્ટિ-કેપ ફંડ્સનું સ્ટ્રક્ચર બદલાશે.