1 વર્ષમાં 1 લાખનું સોનું સવા લાખનું થયું, 9 વર્ષ પછી સોનામાં 28 ટકા રિટર્ન મળ્યું

1 વર્ષમાં 1 લાખનું સોનું સવા લાખનું થયું, 9 વર્ષ પછી સોનામાં 28 ટકા રિટર્ન મળ્યું

  • 2020ના સૌથી ઘાતક રોગચાળામાં સૌથી વધુ રિટર્ન આપવામાં સોનું-ચાંદી મોખરે રહ્યાં
  • દાયકામાં સેન્સેક્સ ત્રણ ગણો વધ્યો જ્યારે સોનું 87% અને ચાંદીમાં 33 ટકા વૃદ્ધિ!
  • 14% વાર્ષિક રિટર્ન સાથે સેન્સેક્સ 2020માં ઓલટાઇમ હાઇ થયો
  • સોના કરતાં ચાંદીમાં 2021માં પણ સેન્સેક્સ કરતાં સવાયા રિટર્નની આશા સેવાઈ રહી છે

વિશ્વમાં અત્યાર સુધી આવેલ આપત્તિઓમાં રોકાણકારો માટે કાયમ સલામત અને શ્રેષ્ઠ રિટર્ન આપનારા રોકાણ સ્રોત તરીકે સોનું ઉભરી આવ્યું છે. 2020માં સોનાએ બમણું રિટર્ન આપ્યું છે. જ્યારે સેન્સેક્સમાં 13 ટકા જ રિટર્ન છૂટી રહ્યું છે. આમ 2020નું વર્ષ ભલે આર્થિક કટોકટીનું રહ્યું હોય સોનું-ચાંદી ખરીદનાર રોકાણકારો માટે ફરી એક વખત નફાકારક સાબિત થયું છે. એક વર્ષમાં સોનાનો 10 ગ્રામદીઠ ભાવ સરેરાશ 28 ટકા વધી 51700 થયો છે. જ્યારે ચાંદી કીલોદીઠ 43 ટકાથી વધુ રિટર્ન સાથે રૂ. 67000 બોલાઇ રહી છે. આ બન્ને કિંમતી ધાતુઓ સામે સેન્સેક્સ 13 ટકા રિટર્ન સાથે 46974 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યો છે.

સેન્સેક્સ કરતા સવાયા રિટર્નની આશા
એક વર્ષમાં એક લાખનું સોનું સવા લાખથી વધુ કિંમતનું થઇ ચૂક્યું છે. રોકાણલક્ષી અન્ય સાધનોની તુલનામાં પણ સોના-ચાંદી સૌથી વધુ વળતરદાયી સાબીત થયા છે. આગામી નવું કેલેન્ડર વર્ષ પણ સોના-ચાંદીમાં સારા રિટર્નનો આશાવાદ ધરાવે છે. ખાસ કરીને સોના કરતા ચાંદીમાં 2021માં પણ સેન્સેક્સ કરતા સવાયા રિટર્નની આશા બજાર પંડિતો વ્યક્ત કરે છે.

ઇન્ટરનેશનલ સોનું ઔંશદીઠ 2250 ડોલર થઇ શકે
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 2020માં 6 ઓગસ્ટે ઓલટાઇમ હાઇ 2067 ડોલર હતો. 19 માર્ચે 1474 ડોલર સુધી નીચામાં રહ્યાં બાદ અત્યારે 1881 ડોલર રહ્યો છે જે આગામી વર્ષ 2021સુધીમાં 2250 ડોલર સુધી જઇ શકે છે.

2021માં સોનું 62000 અને ચાંદી 87000 થઇ શકે
2021 અંત સુધીમાં ચાંદી રૂ.87000 થઇ શકે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી આગામી વર્ષ દરમિયાન નીચામાં 18 ડોલર અને ઉપરમાં 36 ડોલર થવા સાથે સ્થાનિક બજારમાં નીચામાં રૂા.46000 થઇ શકે છે.

યલો ગોલ્ડનું સ્થાન પ્લેટિનમ લેશે… બમણા રિટર્નની આશા
પીળી ધાતુનું સ્થાન આવનાર દિવસોમાં પ્લેટિનમ લેશે તેવો અંદાજ છે. પ્લેટિનમ જ્વેલરીની કિંમત સસ્તી અને ડિમાન્ડ વધી શકે. આગામી સમયમાં પ્લેટિનમમાં સોના-ચાંદી કરતા બમણા રિર્ટનની શક્યતા છે.

વિગતસેન્સેક્સસોનુંચાંદી
1-1-2020413064030047000
25-12-2020469745170067000

છેલ્લાં 10 વર્ષમાં સેન્સેક્સ કરતાં સોનું સવાયું

વર્ષસેન્સેક્સસોનુંચાંદી
201115518 (-25%)27575(+31%)50500(+9%)
201219581 (+26%)32050(+16%)61900(+23%)
201321140(+8%)29650(-7%)43700(-29%)
201427508(+30%)27100(-9%)36000(-18%)
201526168(-5%)25450(-6%)33300(-8%)
201626595(+2%)28300(11%)39000(+17%)
201733813(+27%)30200(+7%)39300(+1%)
201836254(+7%)33300(+10%)39200(–)
201941306(+13%)40300(+21%)47000(+20%)
2020*46974(+14%)51700(+28%)67000(+43%)

*તા. 24 ડિસેમ્બરના ભાવની સ્થિતિ આધારિત કેલેન્ડર વર્ષ 2020નું રિટર્ન દર્શાવે છે

2021માં કયા કારણોસર સોનામાં સારા રિટર્નની આશા
1. કોરોના મહામારી જેવી ક્રાઇસિસમાં સલામત રોકાણ અને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે
2. જિયો-પોલિટિકલ ક્રાઇસિસ, ટ્રેડવોરના કારણે પણ સોના-ચાંદીમાં રોકાણ ઉત્તમ
3. ફેડરલ રિઝર્વ લોંગટર્મ શૂન્ય વ્યાજદર જાળવી રાખશે, સોના-ચાંદીમાં વધુ ચમક આવશે
4. ફિઝિકલની સાથે-સાથે ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો
5. ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ જેવા સેગમેન્ટમાં રિસ્ક વધુ જ્યારે સોનામાં સલામતીથી રોકાણ આવશે
6. સેન્ટ્રલ બેન્ક, હેજ ફંડ્સ તથા SPDR ગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગથી બૂલિયનમાં તેજીનો ટ્રેન્ડ

( Source – Divyabhaskar )