સુપ્રીમ કોર્ટ:કોરોનાના નિયમનું પાલન થવા અંગે SCએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું- તબલીઘી જમાત જેવી સ્થિતિ ન સર્જાય

સુપ્રીમ કોર્ટ:કોરોનાના નિયમનું પાલન થવા અંગે SCએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું- તબલીઘી જમાત જેવી સ્થિતિ ન સર્જાય

ખેડૂત આંદોલનમાં કોરોનાની સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે શું ખેડૂત આંદોલનમાં કોરોનાને લગતા કોઈ નિયમોનું પાલન થઈ શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) એસ. એ. બોબડેએ કહ્યું હતું કે અમને ખ્યાલ નથી કે ખેડૂત કોવિડથી સુરક્ષિત છે કે નહિ. જો નિયમોનું પાલન કરવામાં આવશે નહિ તો તબલીઘી જમાતની જેમ મુશ્કેલી થઈ શકે છે.

નિઝામુદ્દીન સ્થિત મરકજ કેસ અને કોવિડ લોકડાઉન દરમિયાન ભીડ એકત્રિત કરવાની પરવાનગી આપીને એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેમાં અરજકર્તાએ કહ્યું હતું કે સરકાર નિઝામુદ્દીન મરકજમાં વિદેશી પ્રતિનિધિઓની સાથે મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવાની પરવાનગી આપીને લાખો નાગરિકોનાં સ્વાસ્થ્યને જોખમમાં નાખ્યું હતું.

આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે અમને જણાવો કે શું થઈ રહ્યું છે ? મને એ વાતનો ખ્યાલ નથી કે ખેડૂત કોવિડથી સુરક્ષિત છે કે નહિ, ખેડૂતોના વિરોધપ્રદર્શનમાં પણ આ જ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અમે સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરીશું.

અરજદારના વકીલ પરિહારે કહ્યું હતું કે મૌલાના સાદની પણ હજી સુધી ભાળ મળી નથી. મૌલાના સાદના ઠેકાણ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ અંગે એસ. એ. બોબડેએ કહ્યું હતું કે આપણે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે કોવિડ ન ફેલાય. આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે.

( Source – Divyabhaskar )