વોટ્સએપની નવી શરતો ન સ્વીકારનારનું એકાઉન્ટ બંધ થઈ જશે

વોટ્સએપની નવી શરતો ન સ્વીકારનારનું એકાઉન્ટ બંધ થઈ જશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેની નીતિ બદલવા જઇ રહ્યું છે. વોટ્સએપે મંગળવાર તારીખ ૫મી જાન્યુઆરી ૨૦૨૦ ના મોડી રાતથી વોટ્સએપ યૂઝર્સને નીતિના બદલાવ વિશેની માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વોટ્સએપ યૂઝર્સને તેમની એપ્લિકેશનની સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં બદલાવ વિશે એપ્લિકેશનમાં સૂચનાઓ મોકલીને માહિતી આપી રહ્યું છે. જો વોટ્સએપ યૂઝર્સે મેસેજિંગ પ્લેટફેર્મનો ઉપયોગ ચાલુ રાખવો હોય તો ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કંપનીની અપડેટ શરતો અને નીતિ સ્વીકારવી પડશે. જે યૂઝર્સ વોટ્સએપના નવા અપડેટને સ્વીકારતા નથી. તેઓનું એકાઉન્ટ કંપની દ્વારા ડિલીટ કરાશે. વોટ્સએપ એક બેનર પ્રદર્શિત કરીને, યૂઝર્સને એપમાં જણાવે છે કે, તેમનું ખાતું ચાલુ રાખવા માટે નવી નીતિ ફ્રજીયાત સ્વીકારવી પડશે. પરંતુ બેનરમાં એ બાબતનો પણ નિર્દેશ છે કે, જો કોઈ યૂઝર્સ અત્યારે સ્વીકારવા ન માગે તો તે માટે નોટ નાઉનો વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ પછી નવી નીતિનો સ્વીકાર ન કરનાર યૂઝર્સ નું ખાતું બંધ થઈ જશે.

નવી નીતિમાં શું છે ?

નવી નીતિમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટિગ્રેશન વોટ્સએપ સાથે વધુ જોવા મળશે. સાથે જ વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુક સાથે યૂઝર્સનો ડેટા પહેલા કરતા પણ આવનારા સમયમાં વધુ શેર કરાશે. જેમકે ડિવાઈસનું નામ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સની માહિતી, જીઓ લોકેશન, આઈપી એડ્રેસ, મોબાઈલ લોગ ડેટા વગેરે. કંપનીએ એ પણ જણાવ્યું છે કે, તે તેના યૂઝર્સના ડેટા પર કેવી રીતે પ્રોસેસ કરે છે. કોઈપણ યુઝર્સ ચેટને કેવી રીતે સંગ્રહિત અને સંચાલિત કરી શકે છે તે માહિતી પણ આપવામાં આવી છે. વોટ્સએપની અપડેટ પોલિસી અનુસાર યૂઝર્સ કંપનીને બેનરમાં પ્રદર્શિત એગ્રી નામના બટન પર ક્લિક કરીને એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ લાઇસન્સ આપી રહ્યા છે. જેમાં વોટ્સએપ સેવાઓનો ઉપયોગ દરમિયાન યુઝર્સ જે કોન્ટેન્ટને અપલોડ, સંગ્રહ, સેન્ડ તેમજ રિસીવ કરે છે તેનો વોટ્સએપ દ્વારા ભવિષ્યમાં ઉપયોગ કરી શકાશે. તેમજતે તમામ કોન્ટેન્ટ વોટ્સએપ સર્વર પર એન્ક્રિપ્ટેડ સ્વરૂપે જ રહેશે. આ બાબતને પણ વોટ્સએપે સ્પષ્ટ કરી દીધી છે.