માઠા સમાચાર: નોટિસ પિરિયડ ભર્યા વિના નોકરી છોડી તો મર્યા સમજો, 18 ટકા GST સાથે પગાર વસૂલાશે

માઠા સમાચાર: નોટિસ પિરિયડ ભર્યા વિના નોકરી છોડી તો મર્યા સમજો, 18 ટકા GST સાથે પગાર વસૂલાશે

જો તમે કોઈ નોકરી કરો છો (નોટિસ પીરિયડ પર જીએસટી) તો તમારા માટે આ મોટો સમાચાર છે. જો તમે કોઈ કંપની છોડવા માંગો છો અને તમે નોટિસ અવધિ પૂરી કરી નથી, તો હવે તમારે ટેક્સ ભરવો પડશે. જ્યારે કર્મચારી એક કંપનીથી બીજી કંપનીમાં સ્વિચ કરે છે, ત્યારે તેણે ઓછામાં ઓછી 1 મહિનાની સૂચના આપવી પડશે. મોટા હોદ્દા પર હોય તેવા કર્મચારીઓને 3-6 મહિના સુધી નોટિસ આપવી પડે છે. જો આ નોટિસ સમયગાળા દરમિયાન લાદવામાં આવે છે, તો કર્મચારીએ ગુડ્સ અને સર્વિસ ટેક્સના 18% ચૂકવવા પડશે.

હયાતી કંપનીના કર્મચારી નોટિસ પિરિયડનો સમયગાળો પુરો કર્યા વિના જોબ છોડીને જતા રહે તેવા કર્મચારી પાસેથી નોટિસ પિરિયડના પગારની રકમ હવે 18 ટકા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સાથે વસુલવામાં આવશે. તેવું ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (GAAR)ના આદેશમાં જણાવાયું છે.

માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધ અંતર્ગત આ પ્રકારના વ્યવહારને મુક્તિ આપવા અંગે GST એક્ટમાં કોઈ જોગવાઈ નથી. તાજેતરમાં ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે આપેલા આદેશમાં જણાવ્યું છે કે, કંપની અને કર્ચમારી વચ્ચે થયેલા કરાર (કોન્ટ્રાક્ટ) મુજબ કર્મચારીને અપાયેલો એપોઈન્ટમેન્ટ લેટરમાં ચોક્કસ પ્રમાણે દર્શાવાયા મુજબ, નોટિસ પિરિયડ પુરો કર્યા વિના કંપની છોડી જનાર કર્મચારી, અરજદાર મળેલી નોટિસ પગાર ઉપર 18 ટકા GST ચૂકવવા માટે જવાબદાર છે.

એન્ટ્રી ઓફ સર્વિસીસ અંતર્ગત આ પ્રકારે 18 ટકા GSTના અમલ અંગે કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી. અમદાવાદની એક ફાર્મા કંપનીના કિસ્સામાં એડવાન્સ ઓર્થોરિટીએ ઉપરનો ચુકાદો આપ્યો હતો.

( Source – Sandesh )