ઓસ્ટ્રેલિયામાં ભારતને જીત અપાવી, આ 4 ખેલાડીઓને મળ્યું ઈનામ તો આ 4 ઈંગ્લેન્ડ સામેની ટીમમાંથી બહાર

ઓસ્ટ્રેલિયામાં ભારતને જીત અપાવી, આ 4 ખેલાડીઓને મળ્યું ઈનામ તો આ 4 ઈંગ્લેન્ડ સામેની ટીમમાંથી બહાર

BCCI દ્વારા આજે ઈંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પણ આ ટીમમાં ભારતને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત અપાવનાર 4 ખેલાડીઓ આગામી ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં રમતાં જોવા મળશે નહીં. ટી નટરાજન (T Natarajan), નવદીપ સૈની (Navdeep Saini), હનુમા વિહારી (Hanuma Vihari) અને પૃથ્વી શો (Prithvi Shaw). ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ (India vs England) 5 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ઈન્ડિયામાં કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થઈ છે. જ્યારે હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, કેએલ રાહુલ અને અક્ષર પટેલની પણ ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

મોટા ખેલાડીઓ ટીમમાં પરત ફરવાને કારણે ટી નટરાજન, નવદીપ સૈની, પૃથ્વી શો અને હનુમા વિહારીને ટીમથી બહાર થવું પડ્યું છે. નટરાજન અને સૈની ભારતીય ટીમમાં સામેલ હતા જેમાં આજે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાને હરાવી હતી. તો હનુમા વિહારીએ ત્રીજી સિડની ટેસ્ટમાં સંકટમોચકની ભૂમિકા નિભાવી અસહ્ય પીડામાં પણ ટીમ ઈન્ડિયા માટે ક્રીઝ પર ઉભો રહ્યો હતો અને અશ્વિનની સાથે મળીને મેચ ડ્રો કરાવી હતી.

જો કે બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરનાર 4 ખેલાડીઓને ઈનામ પણ મળ્યું છે અને તેઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર સામેલ છે. સિલેક્ટર્સે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમ પસંદ કરી છે.

ભારતીય ટીમ (2 ટેસ્ટ માટે): વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.

( Source – Sandesh )