ભારતે કોરોનાને નિયંત્રિત કરીને વિશ્વને મોટી કરુણાંતિકાથી બચાવ્યું : દાવોસ સંવાદમાં મોદી

ભારતે કોરોનાને નિયંત્રિત કરીને વિશ્વને મોટી કરુણાંતિકાથી બચાવ્યું : દાવોસ સંવાદમાં મોદી

। નવી દિલ્હી ।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ આર્થિક મંચના દાવોસ સંદા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમમાં વિશ્વ ઉદ્યોગ જગતના ૪૦૦થી વધુ ટોચના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ ‘ચોથી ઐદ્યોગિક ક્રાંતિ : માનવતાની ભલાઇ માટે પ્રોદ્યોગિકીના ઉપયોગ’ વિષયક સત્રને સંબોધન કર્યું હતું. દાવોસ એજન્ડાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,’ તમે અર્થવ્યવસ્થાના આ મહત્વના મંચને આ મુશ્કેલ દોરમાં પણ જીવંત રાખ્યો છે. આજે સૌથી મોટો સવાલ એ છે કે વિશ્વનું અર્થતંત્ર આગળ કઇ રીતે વધશે. ભારત તરફથી હું વિશ્વ માટ આશા અને હકારાત્મક સંદેશો લઇને આવ્યો છું.’

તેમણે એમ પણ કહ્યું કે જે દેશમાં વિશ્વની ૧૮ ટકા વસતી વસે છે તેણે પ્રભાવશાળી રીતે કોરોના પ્રભાવને નિંયત્રીત કરીને માનવજાતને કરૂણાંતિકાથી બચાવી છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારે માસ્ક, પીપીઇ કિટ્સ, ટેસ્ટ કિટ વિદેશમાંથી મંગાવતા હતા. આજે આ મુદ્દે અમે અમારી જરૂરિયાત જ પૂરી નથી કરી રહ્યા પરંતુ અન્ય દેશોને મોકલીને ત્યાંના નાગરિકોની પણ સેવા કરી રહ્યા છીએ. ભારતે જ વિશ્વનો સૌથી મોટો કોરોનો વેક્સિન પ્રોગ્રામ શરૂ કર્યો છે.

ભારતે મહામારીની નિરાશાને હાવી ન થવા દીધી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોનાનું આગમન થયું ત્યારે ભારત સામે પણ ઓછી મુશ્કેલીઓ નહોતી. માર્ચ – એપ્રિલમાં જાણીતા નિષ્ણાતોએ કહ્યું હતું કે ભારતમાં કોરોના સંક્રમણની સુનામી આવશે. પરંતુ ભારતે આવા કાળમાં પણ પોતાના પર નિરાશાને હાવી ના થવા દીધી. ખાસ માળખાકીય સુવિધાઓ ઊભી કરીને લોકોને કોરોના સામે જંગ માટે તૈયાર કર્યા. ભારતના તમામ લોકોએ પોતાના કર્તવ્યોનું પાલન કર્યું.

( Source – Sandesh )