IRCCના રિજેક્શન બાદ સ્ટડી પરમિટ પાયલોટ પ્રોજેક્ટ માટે કેવી રીતે કરશો એપ્લાય? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

IRCCના રિજેક્શન બાદ સ્ટડી પરમિટ પાયલોટ પ્રોજેક્ટ માટે કેવી રીતે કરશો એપ્લાય? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

કેનેડા જવા માગતા ઘણાં યુવાનો એવા હોય છે કે જેમને પહેલી જ અરજીમાં સરળ રીતે વિઝા મળી જતા હોય છે, જ્યારે કેટલાક કિસ્સામાં યુવાનોની અરજી ફગાવી દેવામાં આવતી હોય છે. આવા કિસ્સામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. તમે જે કામ માટે કોઈ પણ દેશમાં જવા માગો છો તેમની જે કોઈ જરુરિયાત હોય તેની સ્પષ્ટતા અરજીમાં કરી છે કે કેમ તે સહિત અન્ય જરુરી પુરાવા મહત્વના સાબિત થતા હોય  છે. હવે IRCC સ્ટડી પરમિટ રદ્દ કરે તો તે પછી આગળ પણ એક રસ્તો ખુલ્લો છે અને તે રીતે તમે કેનેડાનું સપનું પૂરું કરી શકો છો. કેનેડામાં અભ્યાસ શરૂ કરતા પહેલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટની જરૂર પડે છે. જો કે, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા ઘણી સ્ટડી પરમિટની એપ્લિકેશન્સનો અસ્વીકાર કરવામાં આવે છે.

ફાઈનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ્સ મુજબ કેનેડિયન ફેડરલ કોર્ટે અસ્વીકાર કરવામાં આવેલ સ્ટડી પરમિટ અરજીઓ માટે જ્યૂડિશ્યલ રિવ્યૂની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 1 ઓક્ટોબર, 2024ના રોજ સ્ટડી પરમિટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. જો IRCC દ્વારા તમને સ્ટડી પરમિટ આપવાની મનાઇ કરવામાં આવી હોય, તો તમે ફેડરલ કોર્ટના સ્ટડી પરમિટ પાઇલટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પાત્ર બની શકો છો.

પાયલોટ પ્રોજેક્ટ માટે IRCC અને વિદ્યાર્થી બંને તરફથી સ્ટડી પરમિટની એપ્લિકેશન અને એગ્રીમેન્ટનો અસ્વીકાર થવો જરૂરી છે, જે ન્યાયાધીશોને સુનાવણી વગર એકસાથે લિવ એન્ડ જ્યૂડિશ્યલ રીવ્યૂ પર નિર્ણય લેવાની મંજૂરી આપે છે. આપને જણાવી દઇએ કે, એપ્લિકેન્ટ અને રીસ્પોડેન્ટને એફિડેવિટ એવિડેન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એફિડેવિટનો ઉપયોગ નવા એવિડેન્સ રજૂ કરવા માટે થાય છે અને સ્ટડી પરમિટ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેની પરવાનગી મળતી નથી.

તમારે કોર્ટની ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સિસ્ટમ (E-Filing) દ્વારા તમારા ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરવાના રહેશે. સ્ટડી પરમિટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે કોઇ વધારાની ફી ચૂકવવાની રહેતી નથી. જોકે, લિવ એન્ડ જ્યૂડિશ્યલ રીવ્યૂ માટે કોઇ એપ્લિકેશન ફાઇલ કરવા માટે $50 ફી ચૂકવવી પડશે. જે વિદ્યાર્થીઓ કેનેડામાં એપ્લાય કરે છે તેઓને તેમની સ્ટડી પરમિટ એપ્લિકેશન અસ્વીકાર થયાના દિવસથી 15 દિવસનો સમય મળે છે, જ્યારે કેનેડાની બહારથી એપ્લાય કરનારા વિદ્યાર્થીઓ પાસે તેમની સ્ટડી પરમિટ એપ્લિકેશન નામંજૂર થયાના દિવસથી 60 દિવસનો સમય છે.

કેવી રીતે સ્ટડી પરમિટ પાયલોટ પ્રોજેક્ટમાં એપ્લાય કરવું?

ફોર્મ IR-1ની મદદથી તમારે લિવ એન્ડ જ્યૂડિશ્યલ રીવ્યૂ માટે એપ્લિકેશન ફાઇલ કરવાની રહેશે. તમારી એપ્લિકેશનમાં ત્રણ જગ્યાએ તમારે પાઇલોટ પ્રોજેક્ટને મેન્શન કરવો જરૂરી છે.

પ્રથમ, ફોર્મ IR-1માં, ફોર્મના ટાઇટલની ઉપર બોલ્ડ અક્ષરોમાં “SIMPLIFIED PROCEDURE – STUDY PERMIT PILOT PROJECT” લખો. બીજુ, ફોર્મ IR-1માં તમારી સહીની ઉપર ખાસ લખવું કે, “The Applicant consents to proceeding under the SIMPLIFIED PROCEDURE – STUDY PERMIT PILOT PROJECT”. યાદ રાખો કે, તમને ફોર્મ IR-1 માં IRCC તરફથી મળેલ તમારી સ્ટડી પરમિટ એપ્લિકેશન નંબર અને યુનિક ક્લાયન્ટ આઇડેન્ટિફાયર પણ દર્શાવવા જરૂરી છે. E-Filingના ત્રીજા સ્ટેપમાં “handling instructions”માં લખો “SIMPLIFIED PROCEDURE – STUDY PERMIT PILOT PROJECT”.