દેશની સેનાને મજબૂત બનાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, રૂ.22,000 કરોડના 5 ડિફેન્સ પ્રસ્તાવને આપી મંજૂરી
ડિફેન્સ એક્વિજિઝન કાઉન્સિલ (DAC) 3 ડિસેમ્બરે 21,772 કરોડ રૂપિયાના પાંચ ડિફેન્સ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેનો મુખ્ય હેતુ સુરક્ષા સંબંધિત તૈયારી માટે અને યોગ્ય રીતે કામ કરવાનો છે. DAC એ વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ, ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ, રડાર વોર્નિંગ અને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર વગેરેની પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ હેઠળ, ભારતીય નૌસેના માટે 31 નવા વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટની ખરીદી કરાશે. આ ક્રાફ્ટ દરિયાઈ વિસ્તારોમાં દેખરેખ, પેટ્રોલિંગ અને બચાવ ઓપરેશનને અંજામ આપશે. આ જહાજ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સમુદ્ર ડાકુઓ વિરુદ્ધમાં અભિયાનમાં પણ મદદરૂપ થશે. કાઉન્સિલે 120 ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ (FIC-1)ની ખરીદીને પણ મંજૂરી આપી છે. આ એવા દરિયાઈ જહાજો છે, જે અનેક પ્રકારની ભૂમિકા ભજવી શકે છે. આ માત્ર એરક્રાફ્ટ કેરિયર તરીકે જ કામ કરી શકશે નહીં, પરંતુ ફ્રિગેટ્સ અને સબમરીનની ભૂમિકા પણ ભજવશે.
SU-30 MKI ની ઓપરેશનલ ક્ષમતાઓને વેગ આપવા માટે ઈલેક્ટ્રિક વોરફેર સ્યુટ (EWS)નું મેળવાશે. EWS પાસે એરક્રાફ્ટ માટે એક્સટર્નલ સેલ્ફ પ્રોટેક્શન જામર પોડ, નેક્સ્ટ જનરેશન રડાર વોર્નિંગ રીસીવર વગેરે હશે. EWS Su-30 MKI ની ક્ષમતાઓને વધારશે અને હુમલાઓ અને મિશન દરમિયાન તેને દુશ્મનના રડારથી સુરક્ષિત કરશે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતે મોજાંબિકને ભેટમાં ફાસ્ટ ઈન્ટરસેપ્ટર ક્રાફ્ટ (FIC) આપ્યા હતા. જેનો હેતુ હિન્દ મહાસાગર વિસ્તારોમાં સહયોગ વધારવાનો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL) એવી ડિફેન્સ પીએસયૂમાં શામિલ છે કે, જેને ભારતીય એરફોર્સ માટે EWS તૈયાર કર્યા હતા. DAC એ સાધનોના ઓપરેશનલ લાઇફને લંબાવવાના ઉદ્દેશ્ય સાથે T-72 અને T-90 ટેન્ક અને સુખોઇ ફાઇટર એરક્રાફ્ટના એન્જિનની જાળવણીને પણ મંજૂરી આપી છે.