વ્હાઇટ હાઉસથી જતાં જતાં બાઈડેનનો ભારત માટે મોટો નિર્ણય, 1.17 અબજ ડોલરની ડીલને મંજૂરી

વ્હાઇટ હાઉસથી જતાં જતાં બાઈડેનનો ભારત માટે મોટો નિર્ણય, 1.17 અબજ ડોલરની ડીલને મંજૂરી

અમેરિકામાં જો બાઈડેન પ્રશાસને 1.17 અબજ ડોલરના ખર્ચે MH-60R મલ્ટી મિશન હેલિકોપ્ટર ઈક્વિપમેન્ટ સહિત સંબંધિત ઉપકરણોના વેચાણને મંજૂરી આપી દીધી છે. ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીએ યુએસ કોંગ્રેસને આ અંગે જાણકારી આપી હતી કે, પ્રસ્તાવિત વેચાણથી ભારતની એન્ટી સબમરીન વોરફેર ક્ષમતાઓ અપગ્રેડ થશે. જેનાથી ભવિષ્યના જોખમોનો સામનો કરવામાં મદદ મળશે.

બાઈડેન પ્રશાસનનો કાર્યકાળ ખતમ થવાના થોડા સપ્તાહ પહેલાં જ ભારતને પ્રમુખ રક્ષા ઉપકરણોના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરશે. ભારતે અમેરિકાને મલ્ટીફંક્શનલ ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ ખરીદવા અપીલ કરી હતી. જેમાં હાઈટેક ડેટા ટ્રાન્સફર, આઉટર ફ્યુલ ટેન્ક, AN/AAS 44C(V) ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, એક ઓપરેટર મશીન ઈન્ટરફેસ આસિસ્ટન્ટ, સ્પેયર કન્ટેનર, ફેસિલિટી સ્ટડીઝ, ડિઝાઈન, કંસ્ટ્રક્શન અને સપોર્ટ, સપોર્ટ ટેસ્ટ ઈક્વિપમેન્ટ, યુદ્ધ સામગ્રી અને ઈન્ટિગ્રેશન સામેલ છે.