૩૦ નવેમ્બરથી અમદાવાદમાં ઈન્ટરનેશનલ બુક ફેર આયોજીત કરવા નિર્ણય
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરવર્ષે નેશનલ બુક ફેર આયોજીત કરવામાં આવે છે. આ વર્ષે ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરાશે.રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ૮૫ હજાર સ્કેવરમીટર જગ્યામાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષા સહિત અન્ય ભાષાના ત્રણસોથી પણ વધુ સ્ટોલ હશે.અમદાવાદને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજજો આપવામાં આવેલો છે.હવે શહેરને વર્લ્ડ બુક કેપીટલ માટે યોગ્યતા મળે એની તૈયારીના ભાગ રુપે આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ બુક ટ્રસ્ટ સાથે મળીને ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરશે.બુકફેરમાં લેખક મંચ ઉપરાંત ક્રીએટીવ રાઈટીંગ વર્કશોપ, આર્ટ એન્ડ ક્રાફટ બજાર, યુવાનો માટે જ્ઞાાન ગંગા કાર્યશાળા, બાળકો માટે પ્રજ્ઞાા મંચ તથા પાક કલા મંચ સહિતના આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૩૦ નવેમ્બરથી ૮ ડીસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરાશે. અલગ અલગ દિવસે વિવિધ સેશન યોજાશે.જેમાં શબ્દસંસાર, જ્ઞાનગંગા કાર્યશાળા સહિતના કાર્યક્રમ યોજાશે.સવારે ૧૧થી રાત્રિના ૯ કલાક સુધી લોકો બુકફેરમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે.