અવકાશમાં નિષ્ક્રિય સેટેલાઇટ અને રોકેટના ટુકડાનું પ્રદૂષણ, સ્પેસ સ્ટેશનમાં મોટો અકસ્માત થતા રહી ગયો ?
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું માનવું છે કે નિષ્ક્રિય સેટેલાઇટ અને રોકેટના ટુકડાના કારણે પૃથ્વીની નિચલી કક્ષામાં ભીડ જમા થાય છે. આ ભીડ જમા થવાથી જ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. માર્ચથી સ્ટેશનને એક હપ્તામાં બે વાર પોતાની કક્ષા બદલવી પડી હતી. સ્પેસએકસના સ્ટારલિંકના ૬૦૦૦થી વધુ ઉપગ્રહો સ્પેસમાં સક્રિય છે. આની સંખ્યા વધીને ૪૦ હજાર જેટલી થવાની છે આવા સંજોગોમાં અંતરિક્ષમાં ભીડભાડ વધી જશે આવા સંજોગોમાં અંતરિક્ષ કાટમાળનો ખતરો સ્પેસ સ્ટેશનને વધી ગયો છે.
આ ઘટના 19 નવેમ્બરે બની હતી. રિપોર્ટ અનુસાર અંતરિક્ષનો કાટમાળ ૨૦૧૫માં ફરજમુકત થયેલા વેધર સેટેલાઇટનો હતો. વેધર સેટેલાઇટનો ટુકડો સ્ટેશનના ૪ કિમીના ઘેરાવા નજીક આવી શકે તેમ હતો જે અત્યંત ખતરનાક હતો. સુનિતા વિલિયમ્સે ખતરાને ઓળખીને પ્રોગેસ કાર્ગો અંતરિક્ષયાને સ્ટેશનને સુરક્ષિત કરવા માટે એન્જીનનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના અંતરિક્ષમાં વધતા જતા કચરાને ઉજાગર કરે છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરવાની રાહ જોઇ રહયા છે. પ્રાઇવેટ સ્પેસ એજન્સીના યાનમાં ટેકનીકલ ખરાબી સર્જાતા ૭ દિવસનું સ્પેસ રોકાણ ૭ મહિનામાં ફેરવાઇ ગયું છે. તાજેતરમાં સ્પેસમાં એક એવી ઘટના બની જેમાં એક મોટા અકસ્માતમાંથી બચી ગયા છે. બન્યું એવું એ એક અંતરિક્ષ કાટમાળની સ્પેસ સ્ટેશન સાથેની ટક્કર થતા રહી ગઇ હતી.
ખાસ કરીને આવનારા સમયના અંતરિક્ષ અભિયાનો માટે સ્પેસ કચરો ચિંતાનો વિષય બનવાનો છે. એક નાનો ટુકડો કરોડો રુપિયાનું આંધણ અને વર્ષોની મહેનત પછી તૈયાર કરેલા સ્પેસ પ્રોગ્રામને નુકસાન કરી શકે છે. આ ઘટના અંતરિક્ષયાત્રીઓ માટે દાખલારુપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૧૯૯૯માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લોંચ થયા પછી સ્પેસમાં તરતા કાળમાળથી બચાવવા માટે ૩૨ વાર કાર્યવાહી કરવી પડી છે.