પ્રોપર્ટીટેકસની ફરિયાદ વોટસઅપ ઉપર કરી શકાશે

પ્રોપર્ટીટેકસની ફરિયાદ વોટસઅપ ઉપર કરી શકાશે

મ્યુનિ.દ્વારા પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ નાગરિકો કરી શકે એ માટે સી.સી.આર.એસ.ની સુવિધા આપવામા આવી છે.આ પ્રકારે શહેરીજનો પ્રોપર્ટી ટેકસની ફરિયાદ વોટસઅપ કરી શકશે.રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહયુ,નામ ટ્રાન્સફર,નવી આકારાણી,કબજેદારના નામમા ફેરફાર સહિતની ફરિયાદોના નિકાલ માટે સાત ઝોનના ટેકસ વિભાગના ડેપ્યુટી એસેસર અને ટેકસ કલેકટરને એક મોબાઈલ વોટસઅપ નંબર સાથે આપવામા આવેલો છે.જે મુજબ મધ્યઝોનમાં ૯૦૯૯૦૬૨૬૭૫,ઉત્તરઝોનમાં ૯૦૯૯૦૬૨૫૧૬,દક્ષિણ ઝોનમાં ૯૦૯૯૦૬૩૦૩૭પૂર્વઝોનમાં ૯૦૯૯૦૬૩૦૯૮પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૪૧૬૦ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૩૮૨૮ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૨૯૬૫ નંબર ઉપર નાગરિકો ટેકસ સંબંધી ફરિયાદ કરી શકશે.સાત ઝોનમા૧ એપ્રિલથી  ૨૧ ઓકટોબર સુધીમાં મળેલી કુલ ૧.૪૪ લાખ અરજી સામે ૬ હજાર અરજી પેન્ડિંગ હતી.