વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ સૌ નાગરિકોને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી છે. દશેરાના શુભ પર્વ નિમિત્તે તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિ તેમનામાં રહેલા ગુણદોષને પારખી મનની નબળાઈઓ ઉપર જીત મેળવે તે જ સાચી વિજયાદશમી છે. વિજયાદશમી એ નકારાત્મક ઊર્જા અને અંધકાર પર ઉત્સાહ અને આશાનો પ્રકાશ ફેલાવવાનું પર્વ છે. જ્ઞાન અને પ્રકાશના પ્રસાર માટે આ તહેવારમાં આવો સાથે મળીને ગુજરાતને વિકાસ પથ પર આગળ ધપાવીએ. આ દશેરા પર્વ પર ગુજરાતના સૌ નાગરિકોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરે તથા સમાજમાં સદભાવના, સમરસતા અને પરસ્પર પ્રેમ જળવાય તેવી શુભ ભાવના રાજયપાલશ્રીએ વ્યક્ત કરી હતી.