ન્યૂયોર્કમાં ઐતિહાસિક ટાઇમ્સ સ્કવેરમાં દુર્ગાપૂજા હજ્જારો ભારતવંશીઓ ભક્તિથી ભાવવિભોર બન્યા
ન્યુયોર્કના ઐતિહાસિક 'ટાઇમ્સ સ્કવેર'માં દુર્ગાપુજાનો ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે. તેમાં ભારતનાં દરેક રાજ્યોમાંથી અહીં આવીને વસેલા ભારતીયો સમાવિષ્ટ થાય છે. એવે સમયે મૂળ બંગાળથી આવીને વસેલી સુમોના સેટે તેઓના પોસ્ટ ઉપર લખ્યું, 'આ સમારોહ દરમિયાન જે ઊર્જા પ્રાપ્ત થઈ છે, તે એક તરફ પ્રાચીન સ્ત્રોતમાંથી આવી છે, તો બીજી તરફ અર્વાચિન સ્ત્રોતમાંથી પણ આવી છે. તેની ઉત્તેજના અદ્ભૂત છે, આનંદ પણ અદ્ભૂત છે.'
અમેરિકામાં છેલ્લા કેટલાય દાયકાઓથી ત્યાં જઈ વસેલા ભારતીયોએ વિશેષત: હિન્દુઓએ અમેરિકામાં ઊંડી છાપ પાડી છે, તે પણ ત્યાં સુધી કે એક ભારતવંશીય ત્યાં ઉપપ્રમુખ છે. તેઓ હવે પ્રમુખપદની સ્પર્ધામાં છે. તેથી તદ્દન વિપરિત એક અન્ય ધર્મના લોકો ટ્વિન ટાવર્સ તોડી હાહાકાર મચાવ્યો હતો. અમેરિકામાં અનેક સ્થળોએ આતંક મચાવી રહ્યા છે.