સેક્ટર–૩૦ના ગાર્ડનમાં જિમની સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, બાંકડા, ટોઇલેટ, જોગિંગ ટ્રેક, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી ઓફિસ, સ્વચ્છતા, પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાતનાં પાટનગર અને ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ચ-૦ સર્કલ, સેક્ટર૩૦ અને બોરીજ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.૧૦.૫૨ કરોડના ખર્ચે નવા બગીચાઓનું નિર્માણ અને રિનોવેશન કરવામાં આવ્યું છે. શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આ બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. જેના થકી લોકોનો પર્યાવરણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાશે અને પર્યાવરણનું વધુને વધુ જતન કરવાની પ્રેરણા મળશે.

  ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત નવા નિર્માણ પામેલા ચ-૦ સર્કલ ખાતેના ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ તળાવ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં આવતા નાગરિકોને વિવિધ વૃક્ષો અને ફૂલ છોડથી ભરપૂર ગાર્ડન તથા તળાવની મુલાકાત લઈને તણાવમુક્ત વાતાવરણનો અનુભવ થશે. આ ગાર્ડનમાં સાપ્તી સંસ્થા દ્વારા બનાવેલ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે, જે માનવ જીવનમાં મેડિટેશનથી થતાં લાભો વિશે માહિતી આપે છે. અહી નાગરિકોને ચાલવા વોક-વે, બેસવા સુંદર બાંકડા, પીવાના પાણીની સગવડ, વોશરૂમ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર૩૦ તથા બોરીજ ખાતે નાગરિકો માટે અંદાજિત ૪.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ અદ્યતન બગીચામાં શહેરીજનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કસરત કરવા માટેના સાધનો સહિતના જિમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહી યોગ અને હળવી કસરત કરવા માટેની પણ અલાયદી સુવિધા કરવામાં આવી છે. આ બગીચામાં અલગથી ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં બાળકો મુક્ત મને વિવિધ રમતો રમી શકશે. વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોથી આચ્છાદિત આ બગીચામાં નાગરિકો માટે બાંકડા, ટોઇલેટ, જોગિંગ ટ્રેક, સલામતી માટે કમ્પાઉન્ડ વોલ અને સિક્યુરિટી ઓફિસ, સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.