અંધશ્રદ્ધાએ લીધો ભોગ : ઉત્તર પ્રદેશમાં તંત્ર-મંત્રના ચક્કરમાં ફસાઈ વહૂ, સિદ્ધી મેળવવા માટે સસરાની બલી આપી દીધી
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં તંત્ર-મંત્રના ચક્કરમાં ફસાઈને એક પુત્રવધૂએ તેના સસરાનો જીવ લીધો છે. પોલીસે દિવ્યાંગ વૃદ્ધની હત્યાના કેસમાં વહૂની ધરપકડ કરી લીધી છે. વહૂની આ હકીકત જાણીને આજુબાજુના લોકોને ભારે આશ્ચર્ય થયું છે.
હકીકતમાં કૌશાંબીના સરાય અકિલ વિસ્તારમાં એક દિવ્યાંગ વૃદ્ધની હત્યા થઈ હતી. અકરાબાદ ગોહાલી ગામમાં ગુરુવારે રાત્રે ઘરની બહાર ઉંઘી રહેલા દિવ્યાંગ વૃદ્ધ ભગવાન દાસની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો નજીકના ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.
સવારે પરિવારજનો ઘરે પરત ફર્યાં ત્યારે ઘટના સામે આવી ત્યારે સમગ્ર ગામમાં હડકંપ મચી ગયો હતો. ઘટના સ્થળ પર પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ઘરમાં વહૂ પર આશંકા પેદા થઈ હતી. ઘટના સ્થળ પર મળેલી પૂજા-પાઠની સામગ્રીથી પોલીસને બલી આપવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે વહૂની ધરપકડ કરી પૂછપરછ કરી તો આ અંગે ચોકાવનારો ખુલાશો થયો છે.
દિવ્યાંગ સસરાની સેવા કરવી વહૂને પસંદ ન હતી
પોલીસે દાવો કર્યો કે તેમને દેવી આવે છે, માટે તે તંત્ર મંત્રમાં લીન રહેતી હતી. દેવીના આદેશથી તે કોઈ પણ કામને અંજામ આપે છે.તેમના સસરા છેલ્લા 3 વર્ષથી લકવાગ્રસ્ત હતી. તેને લીધે મહિલાએ તેમની સેવા કરવી પડતી હતી, જેને લીધે મહિલાએ તેમની સેવા કરવી પડતી હતી, જેને લીધે તંત્ર મંત્રની ક્રિયામાં અવરોધ પેદા થતો હતો.

મહિલા પાસેથી પોલીસને મળેલી માહિતી પ્રમાણે તેણે તંત્ર-મંત્ર ક્રિયાની સિદ્ધિ માટે સસરાની હત્યા કરી દીધી. તે લોકોને કહેતી હતી કે તેને દેવી આવે છે. તંત્ર-મંત્રના ચક્કરમાં તે દિવ્યાંગ સસરાની સેવા કરતી ન હતી. ત્યારબાદ તેમણે સસરાની બલી આપી દીધી. અત્યારે તે પોલીસે આરોપી વહૂને કસ્ટડીમાં મોકલી આપી છે.
( Source – Divyabhaskar )