યુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ પડાવીને છેતરપિંડી

યુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ પડાવીને છેતરપિંડી

જુનાગઢના માંડવા ગામે રહેતા સંકેત કુમાર વિઠ્ઠલભાઈ ગજેરા હાલમાં ન્યુ વીઆઇપી રોડ નાથીબાનગરમાં રહે છે અને ખાનગી હોસ્પિટલમાં રેડિયો ગ્રાફર તરીકે નોકરી કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા મકાનની નજીકમાં રહેતા ધનંજય વિનોદભાઈ મારા પિતાના મિત્ર થતા હોય તેઓ અવારનવાર ઘરે આવતા હતા.

તેમણે મારા પિતાને જણાવ્યું હતું કે તમારો દીકરો સંકેત અહીં હોસ્પિટલમાં નોકરી કરે છે તેના કરતાં યુકે મોકલી આપો, યુકેના વિઝા મારા મિત્ર સાવન પારેખ (રહેવાસી મહેસાણા) કરાવી આપશે. સાવનભાઈ વર્ષોથી વિદેશના વિઝા કરાવી સેટલમેન્ટનું કામ વર્ષોથી કરે છે. યુકેમાં ખૂબ મોટી આવક મળી રહે છે. સાવન તમારા પણ વિઝા કરાવી આપશે અને વિઝા માટે જે પણ રકમ આપવાની થાય તેની જવાબદારી મારી પોતાની રહેશે. જો તમારા વિઝા ન થાય તો સાવનને ચૂકવેલી રકમ પરત અપાવવાની જવાબદારી મારી પોતાની છે. જેથી અમે સાવન પારેખની બહેન ધારીણી નાયકાના એકાઉન્ટમાં 12.66 લાખ ચૂકવ્યા હતા અને સાવનની ઓફિસમાં કામ કરતા હર્ષ પટેલને પણ મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મારી પાસેથી કુલ 15 લાખ લઈને વર્ક પરમિટ અને વિઝા નહીં અપાવી છેતરપિંડી કરી હતી.