ઈઝરાયલ ઘેરાયો, હિઝબુલ્લાહ સામેની લડાઈ વચ્ચે ત્રીજા દેશ તરફથી ધડાધડ મિસાઈલ ઝીંકાઈ
ઈઝરાયલી સેનાએ તાજેતરના નિવેદનમાં કહ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમે યમનથી દાગવામાં આવેલી સપાટીથી સપાટી પર માર કરનારી બેલેસ્ટિક મિસાઈલને નષ્ટ કરી દીધી છે. હુમલાના કારણે સવારે તેલ અવીવ અને મધ્ય ઈઝરાયલમાં સાયરન વાગવા લાગી હતી. ઈઝરાયલ સુરક્ષા દળોએ કહ્યું કે મિસાઈલને લાંબા અંતરની એરો એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દેશની સરહદની બહાર નષ્ટ કરવામાં આવી. મિસાઈલ નષ્ટ કર્યાં બાદ તેનો કાટમાળ ઈઝરાયલી વિસ્તારોમાં પડવાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ચેતવણી માટે એલર્ટ જારી કરાયુ હતું. આઈડીએફે એ પણ કહ્યું કે હુમલા બાદ હોમ ફ્રન્ડ કમાન્ડ તરફથી કોઈ નવો આદેશ આવ્યો નથી. દેશની અંદર ખાસ કરીને, તેલ અવીવ અને મધ્ય ઈઝરાયલમાં સામાન્ય ગતિવિધિઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
હમાસ અને હિઝબુલ્લાહ બંનેની સાથે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ પર હવે ત્રીજા દેશે મોટો એટેક કર્યો છે. સવારે યમનથી હૂથી વિદ્રોહીઓએ તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઈલ દાગી. જોકે ઈઝરાયલે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી દીધી. હુમલાના કારણે તેલ અવીવ અને મધ્ય ઈઝરાયલમાં સવારે સાયરન વાગવા લાગી. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલના લેબનાનમાં કરવામાં આવેલા તાજેતરના એટેકના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો. તે હુમલામાં હિઝબુલ્લાહનો ડ્રોન ચીફ કમાન્ડર મોહમ્મદ સુરુર મૃત્યુ પામ્યો હતો. તે હૂથી વિદ્રોહીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો છે.
હૂથી વિદ્રોહીઓએ અત્યારે માત્ર હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેની પાછળના કારણનો ખુલાસો થયો નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલના લેબનોનમાં કરવામાં આવેલા તાજેતરના હુમલાના બદલામાં હૂથી વિદ્રોહીઓએ આ કાર્યવાહી કરી છે. ઈઝરાયલે બેરુતના એક આવાસીય ઈમારતને હવાઈ હુમલો કરીને ઉડાડી દીધી હતી. ઈમારતની અંદર હિઝબુલ્લાહના ડ્રોન કમાન્ડર હુસૈન સુરુરના હોવાની વાત ખબર પડી હતી. હુમલામાં સુરુરનું મોત નીપજ્યુ. હિઝબુલ્લાહે પણ તેના મોતની પુષ્ટિ કરી દીધી છે. સુરુરે હૂથી વિદ્રોહીઓને ડ્રોન એટેકની ટ્રેનિંગ આપી હતી.