રશિયા પર જો મિસાઇલ્સ છોડાશે તો, પશ્ચિમે પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે : પુતિન
રશિયા ઉપર જો મિસાઇલ્સ હુમલો થશે તો પશ્ચિમે પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. રશિયાના પ્રમુખ પુતિને પશ્ચિમને તેવી ખુલ્લી ધમકી આપી છે. યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઇલ્સ આપવાના અમેરિકા અને ઇંગ્લેન્ડના નિર્ણયને પગલે પ્રમુખ પુતિને આજે આપાતકાલીન સંરક્ષણ બેઠક બોલાવી હતી જેમાં પરમાણુ યુદ્ધના ઉપયોગ વિષે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
આ મિસાઇલ્સ સોંપતી વખતે જ યુ.કે. અને યુ.એસ.એ ઝેલેનેસ્કીને સ્પષ્ટત: કહ્યું હતું કે, તે મિસાઇલ્સ તેણે તેના માત્ર સંરક્ષણ માટે જ વાપરવા આક્રમણ માટે નહીં પરંતુ ઝેલેન્સ્કી તે બંને દેશોને તે પ્રતિબંધ ઉઠાવી લેવા આગ્રહ કરી રહ્યા છે. નિરીક્ષકો તેમ કહે છે કે, કદાચ તે પ્રતિબંધ ઉઠાવી પણ ન લેવાય સંભવ છે કે પુતિનને તે અંગે પાક્કી જાસૂસી માહિતી મળી પણ ગઈ હોય.
આજે ટોચના સેના અધિકારીઓ સાથેની મિટિંગ પછી પુતિને આ ચેતવણી ઉચ્ચારી હતી. પ્રાપ્ય માહિતી પ્રમાણે ઇંગ્લેન્ડ તેના ખતરનાક 'સ્ટોર્મ શેડો' ક્રૂઝ મિસાઇલ્સ રશિયાની ભૂમિ ઉપર પણ વાપરવા દેવાની ઇંગ્લેન્ડે તો ગત સપ્તાહે જ યુક્રેનને પરવાનગી આપી જ દીધી હોવાનું કહેવાય છે જે દ્વારા યુક્રેનના રશિયા ઉપર બોમ્બ નાખી શકે. બ્રિટનના વડાપ્રધાન કીટ સ્ટેટમરને અંગે પ્રમુખ બાયડેન સાથે ચર્ચા કરવા વૉશિંગ્ટન પહોંચ્યા હતા. બંને નેતાએ તેમના શસ્ત્રો રશિયાની ભૂમિ ઉપરથી વાપરવા દેવા માટે યુક્રેને માગેલી પરવાનગી વિષે ચર્ચા કરી હતી.
રશિયાના જાસૂસી વિભાગે આવી સંભાવનાની ગણતરીએ જ આ મહિનાના પ્રારંભે કહ્યું હતું કે, પશ્ચિમ યુક્રેનમાં યુદ્ધ તીવ્ર અને તીવ્ર કરતું રહ્યું છે જેથી આપણે પોતાનો ન્યુક્લિયર કાર્યક્રમમાં ફરી વિચારવો પડશે.
પશ્ચિમના દેશો દ્વારા તેમનાં 'સ્ટોર્મ શેડો' ક્રૂઝ મિસાઇલ્સ, રશિયાની ભૂમિ ઉપર પણ વાપરવા દેવાની જો પશ્ચિમ યુક્રેનને પરવાનગી આપશે તો તમારા પ્રત્યાઘાતો કેવા હશે તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં પુતિને કહ્યું હતુ કે, તે અંગે અમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશું પરંતુ જો રશિયા ઉપર સીધો હુમલો કરાશે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા અચકાશું નહીં કારણ કે તેનો અર્થ જ તે થયો કે પશ્ચિમ સીધું રશિયા સામે જ લડી રહ્યું છે.
રશિયા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્ર છે. રશિયા અને અમેરિકા બંને પાસે મળીને કુલ વિશ્વના ૮૮ ટકા જેટલા પરમાણુ શસ્ત્રો છે. રશિયા અને અમેરિકા વચ્ચે ફેબુ્રઆરી ૨૦૧૧માં ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી થઈ હતી તે પ્રમાણે ૭ વર્ષમાં બન્ને દેશોએ તેમના પરમાણુ શસ્ત્રો મર્યાદિત કરવા એટલે કે ફેબુ્ર. ૫, ૨૦૨૮ સુધીમાં પરમાણુ શસ્ત્રો મર્યાદિત કરી નાખવા આ પછી બંને દેશોએ તે સંધિ ફેબુ્ર. ૨૦૨૬ સુધી લંબાવવા સહમત થયા હતા.
આ સંધિમાં આઇસીબીએમ્સ પણ મર્યાદિત રાખવાનો મુદ્દો હતો ત્યારે રશિયાએ કહ્યું કે, આ સંઘિમાં યુરોપીય દેશોને પણ આવરી લેવા જોઈએ. બ્રિટન અને ફ્રાંસના પરમાણુ શસ્ત્રોને પણ આવરી લેવા જોઈએ. બસ અહીંથી બધું અટક્યું છે. રશિયાના મંત્રી પૌરકોવે આ માહિતી આપી હતી.
વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો રશિયા પાસે અત્યારે દુનિયામાં સૌથી વધુ (૬,૭૩૨) ન્યુક્લિયર વોર હેડઝ છે. રશિયા અને અમેરિકા બંને પાસે મળીને દુનિયાના ૮૮ ટકા પરમાણુ શસ્ત્રો છે. આશા રાખીએ કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ જ ન થાય નહીં તો શું થશે તે કલ્પી શકાય તેમ નથી.