અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકાના ૧૨૨ કરોડના નવનિર્મિત ૧૨૮૪ 'પીએમ આવાસોનું ઇ-લોકાર્પણ કરાયું
અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકાના ૧૨૨ કરોડના નવનિર્મિત ૧૨૮૪ 'પીએમ આવાસોનું ઇ-લોકાર્પણ કરાયું

અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકાના ૧૨૨ કરોડના નવનિર્મિત ૧૨૮૪ 'પીએમ આવાસોનું ઇ-લોકાર્પણ કરાયું

અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકાના ૧૨૨ કરોડના નવનિર્મિત ૧૨૮૪ 'પીએમ આવાસોનું ઇ-લોકાર્પણ કરાયું વેસુ ભરથાણા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતીમાં સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી ૮૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ૧૨૨ કારોડના ખર્ચે નવનિર્મિત ૧૨૮૪ આવસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના વેસુ ભરથાણા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતીમાં સૌએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. સુરત વેસ્ટ ઝોનમાં ટી.પી. સ્કીમ નં- ૧ ૦(અડાજણ) પ્લોટ નં ૧૭માં ૪૭.૫૬ કરોડના ૪૦૮ આવસો, સાઉથ ઈસ્ટ ઝોન .પી.સ્કીમ નં- ૬૨ (ડીંડોલી- ભેડવાદ-ભેસ્તાન) પ્લોટ નં ૧ ૭૩માં ૨૯.૫૨ કરોડના ૩૩૬ આવાસો અને સાઉથ વેસ્ટ ઝોનમાં ટી.પી. સ્કીમ નં- ૧૩ (વેસુ- ભરથાણા) પ્લોટ નં- ૧૬૫-૧૬૬ માં ૪૫.૦૯ કારોડના ૪૫૦ આવાસો મળી ૧૨૨.૯૮ કરોડના ૧૨૮૪ આવસોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

આવસોમાં બાહ્ય સુવિધાઓમાં વોટર સપ્લાય,ડ્રેનેજ ગેસલાઇન નેટવર્ક, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, આર.સી.સી રસ્તાઓ, જનરેટર સેડ, પેસેન્જર લિફ્ટ, ફાયર લિફ્ટ, ગજેબો સાથે ગાર્ડન, LED સ્ટ્રીટ લાઇટ, વોટર રિચાર્જિંગ વેલ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, અંડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી પમ્પ સહિતની સુવિધાઓ આવાસોમાં આપવામાં આવી છે. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી ,શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી, શ્રમ કમિટીના ચેરમેન વિજય ચૌમાલ અને કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.