એક મહીનામાં કોરોનાના નવા દર્દીઓ મળવાની ગતિમાં 50%નો ઘટાડો થયો, અમેરિકામાં હજી પણ દરરોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા

એક મહીનામાં કોરોનાના નવા દર્દીઓ મળવાની ગતિમાં 50%નો ઘટાડો થયો, અમેરિકામાં હજી પણ દરરોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા

દુનિયામાં કોરોના દર્દીઓ મળવાની ગતિમાં લગભગ 50% જેટલો ઘટાડો થયો છે. 6 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં એક જ દિવસમાં 8 લાખ45 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા, જે 6 ફેબ્રુઆરીએ ઘટીને 4 લાખ 95 હજાર થઈ ગયા. મૃત્યુની ગતિમાં પણ 20% ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં દરરોજ 15 હજારથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા હતા. હવે 10 થી 13 હજાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.

અમેરિકામાં દરરોજ 1 લાખથી વધુ નવા કોરોનાના દર્દીઓ મળી રહ્યાં છે. શનિવારે 1 લાખ 5 હજારથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા હતા. સારી વાત એ છે કે તે પાછલાની સરખામણીએ ઘટ્યાછે. જાન્યુઆરી સુધી નવા કેસો દરરોજ 1.50 લાખથી 2.25 લાખ સુધી નોંધાઈ રહ્યા હતા.

દુનિયામાં અત્યાર સુધીમાં 10.63 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 10 કરોડ 63 લાખ 29 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તે પૈકી 7 કરોડ 79 લાખ 70 હજારથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 23 લાખ 18 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 2 કરોડ 58 લાખ દર્દીઓ એવા છે જે સારવાર લઈ રહ્યા છે. તેમાંથી લગભગ 1 લાખની હાલત ગંભીર છે.

કોરોના અપડેટ્સ

  • ચીનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ દેશની બીજી કોરોના વેક્સિન માટે શરતી મંજૂરી આપી છે. કોરોનાવેક નામની આ વેક્સિન સિનોવેક બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. કંપનીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે કોરોનાવેકને સામૂહિક વેક્સિનેશન માટે મંજૂરી મળી છે. બીજી તરફ, ચીને નેપાળને મદદ તરીકે વેક્સિનના 5 લાખ ડોઝ આપવાનું વચન આપ્યું છે. તેનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં મોકલવામાં આવશે.
  • ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ ગ્યાવલીને ફોન પર કહ્યું કે તેમનો દેશ વેક્સિનના મામલે નેપાળનું સમર્થન કરશે. આ રમિયાન વાંગે નેપાળને વેક્સિનના 5 લાખ ડોઝ આપવાની ખાતરી આપી હતી. કાઠમાંડુમાં અગાઉ ચીનના દૂતાવાસ તરફથી કહ્યું હતું કે નેપાળને 3 લાખ ડોઝ આપવામાં આવશે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શુક્રવારે કહ્યું કે ચીનની 2 વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે એડ્વાન્સ તબક્કે છે. અત્યાર સુધી WHO દ્વારા માત્ર ફાઈઝરની વેક્સિનને જ મંજૂરી મળી છે. બ્રિટનના એસ્ટ્રાઝેનેકા અને દક્ષિણ કોરિયાની એસકે બાયોસાયન્સનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
  • WHO અનુસાર, વિશ્વમાં 238 વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે. તેમાંથી ઘણા દેશોમાં 63ના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. ચીનમાં 16 વેક્સિન પર કામ ચાલુ છે. રે ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં છે. ચીનમાં અત્યાર સુધીમાં 3.2 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ચીને ગરીબ દેશોને 1કરોડ ડોઝ આપવાની ઓફર કરી છે, જેથી ત્યાં સમયસર વેક્સિનેશન શરૂ થઈ શકે.
  • ભારતે વધુ એક નજીકનો દેશ કંબોડિયાને 1 લાખ ડોઝની સપ્લાયને મંજૂરી આપી છે. ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે કંબોડિયા ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. અમે અહીંના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ.

ટોપ- 10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશકેસમૃત્યુસજા થયા
અમેરિકા27,519,636473,52817,268,517
ભારત10,827,170155,02810,521,409
બ્રાઝિલ9,449,088230,1278,326,798
રશિયા3,951,23376,2293,436,326
યૂકે3,911,573111,2641,862,645
ફ્રાન્સ3,296,74778,603231,549
સ્પેન2,971,91461,386ઉપલબ્ધ નહીં
ઈટલી2,611,65990,6182,091,923
તુર્કી2,516,88926,5772,404,416
જર્મની2,277,60061,7412,020,900

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)