સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નર્મદા જિલ્લો
સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નર્મદા જિલ્લો

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નર્મદા જિલ્લો

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નર્મદા જિલ્લો રાજપીપલા નગર પાલિકા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં ચૂંટાયેલા પ્રતિનિધિ-નાગરિકો સામૂહિક શ્રમદાન કરી સફાઈમાં જોડાયા નાંદોદના ધારાસભ્યશ્રી અને નગર પાલિકા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયો શ્રમદાન કાર્યક્રમ રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નર્મદા જિલ્લામાં પણ આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ચાલનારી આ ત્રણેય ખાસ ઝૂંબેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલની ઉપસ્થિતિમાં સામૂહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત રાજપીપલા નગર પાલિકા વિસ્તારને વધુ નિર્મળ અને સ્વચ્છ બનાવવા માટે શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાની કામગીરીને ખાસ ઝૂંબેશ તરીકે ઉત્સાહપૂર્વક ઉપાડી લેવામાં આવી છે. અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓની સાથે સાથે નાગરિકો પણ સ્વયંભૂ રીતે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાના નિર્ધારમાં સહભાગી થઈ રાજપીપલાને સ્વચ્છ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. નગર પાલિકા વિસ્તરમાં જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ અને અર્બન હેલ્થ સેન્ટર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા સામૂહિ શ્રમદાન કાર્યક્રમ પૂર્વે સ્વચ્છતાના હિમાયતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા ગાંધીચોક ખાતે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા પૂષ્પહાર અર્પણ કરી સેવાના કાર્યમાં જોડાયા હતા. શહેરમાં અનેક સ્થળોએ આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમો સાથે સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને http://swachhtahisevagujarat.com વેબસાઈટની મુલાકાત લઈને સ્વચ્છતાના સંકલ્પની સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરવા અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં સહભાગી થવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નગર પાલિકાના મુખ્ય અધિકારીશ્રી રાહુલ ઢોડિયા સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, નગર પાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.