ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ 11 સપ્ટેમ્બરે પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 11 તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ 14 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની વકી છે. જેના પગલે પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.