એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ,ઈસ્કોનથી પકવાન જંકશન આઈકોનિક રોડ બનાવાશે
અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનીક બનાવાશે.શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રુપિયા ૩૫૦ કરોડના ખર્ચે આઈકોનીક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષ અગાઉ શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો.શહેરના વધુ સાત રોડને રુપિયા ૩૫૦ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રીયા મ્યુનિ.તંત્ર તરફથી કરવામાં આવી છે.વિવિધ વિસ્તારમાં આવેલા હયાત રસ્તાને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવા જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
સાત રોડને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવા નિર્ણય કરાયો છે.જેમાં હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને થ્રી લેન રોડ બનાવાશે.રાહદારીઓને ચાલવા માટે ૨થી ૩ મીટર પહોળી ફૂટપાથ બનાવાશે.રોડની પહોળાઈ વધુ હોય ત્યાં સર્વિસ રોડનું પ્રોવિઝન કરવામાં આવશે.ઓલિમ્પિક થીમ બેઝ કેનયુગથી શ્યામલ તથા શ્યામલથી એસ.જી.હાઈવેનું ડેવલપમેન્ટ કરાશે.