અમદાવાદનો શાહીબાગ અંડરપાસ રાત્રે 12થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ
અમદાવાદનો શાહીબાગ અંડરપાસ રાત્રે 12થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

અમદાવાદનો શાહીબાગ અંડરપાસ રાત્રે 12થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

શાહીબાગ અંડરપાસ પરથી પસાર થતા રેલવે ટ્રેક નીચે લગાવવામાં આવેલી પ્લેટો જર્જરીત સ્થિતિમાં હોવાથી તેના રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં આગામી 18મી સપ્ટેમ્બર સુધી રાતના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જે અનુસંધાનમાં વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. 

અમદાવાદ શહેર ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર એમ એન ચૌધરીએ એક નોટીફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે પશ્વિમ રેલવેની મુખ્ય લાઇન શાહીબાગ અંડરપાસ પરથી પસાર થાય છે. જેમાં અંડરપાસમાં ટ્રેક નીચે લગાવવામાં આવેલી લોંખડની પ્લેટો જર્જરિત હાલતમાં હોવાથી તેના રીપેરની કામગીરી 5 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાનમાં રાતના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી અંડરબ્રીજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.