24 ઓગસ્ટના મહત્વના સમાચાર : મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો તો ઉમરપાડામાં પડ્યો 9 ઈંચ

ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરુ કરી છે. વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યુ છે. માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસી ગયો છે. ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના પગલે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે્. માત્ર 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટીબી રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તાર પાણી-પાણી થયા છે. તો વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ કામે લાગી છે. ભારે વરસાદને પગલે હાઈવે પાણી-પાણી થઇ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીમાં બસ અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.