ગૂગલે એન્ડ્રોઇડ યુઝર માટેનું ડેડિકેટેડ સર્ચ બટન કાઢી નાખ્યું...

ગૂગલે તેની એન્ડ્રોઇડ ઍપ્લિકેશન માટે સર્ચ બટનને કાઢી નાખ્યું છે. ગૂગલ સતત તેની દરેક પ્રોડક્ટમાં અપડેટ કરતી રહી છે. આ અપડેટ હંમેશાં યુઝર્સ માટે બેનિફિટ્સ વાળી હોય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એન્ડ્રોઇડની ઍપ્લિકેશનમાં નીચે એક સર્ચ બાર છે. આ બારને ગૂગલે કાઢી નાખ્યું છે, પરંતુ ટોપમાં પ્રાઇમરી સર્ચ બાર છે એને એમનું એમ રાખવામાં આવ્યું છે.

ગૂગલ દ્વારા તેમના દરેક ફંક્શન અને ફીચર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ યુઝર્સ ભાગ્યે જ બોટમ સર્ચ બટનનો ઉપયોગ કરે છે. ગૂગલ હાલમાં તેના લૂકમાં બદલાવ કરી રહ્યું છે. ગૂગલે ગયા મહિને જ તેના નવા સર્ચ ટેબને પ્લે સ્ટોરમાં જાહેર કર્યું હતું. યુઝર ઇન્ટરફેસમાં એડજસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને એથી જ સર્ચ ટેબ કાઢવામાં આવ્યું હોય એવું બની શકે છે. એન્ડ્રોઇડ વર્ઝન 15.32.37.28.arm64 માટેની ગૂગલ એપમાં આ મોડિફિકેશન જોવા મળ્યું છે. જો કે આ ફાઇનલ વર્ઝનમાં ગૂગલ સર્ચ ટેબ જોવા મળશે કે નહીં એ હજી સવાલ છે. ગૂગલ હવે તેના સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિનીનો સમાવેશ કરી રહી છે અને એ કારણસર આ બદલાવ કરવામાં આવ્યો હોય એ પણ બની શકે છે.

ગૂગલ હાલમાં ઘણાં લેઆઉટ સાથે એક્સપરિમેન્ટ્સ કરી રહ્યું છે. જો કે એમાંના એક પણ લેઆઉટમાં બોટમ સર્ચ બારનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ બોટમ સર્ચ બારને કેમ કાઢવામાં આવ્યું એ વિશે ગૂગલ દ્વારા હજી સુધી કોઈ ઓફિશિયલ કમેન્ટ કરવામાં નથી આવી. યુઝરના ડેટા આ મોડિફિકેશનનું મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ મોડિફિકેશનને કારણે ઍપ્લિકેશનની કાર્ય કરવાની ક્ષમતા પર કોઈ અસર નહીં પડે. તેમ જ ગૂગલ દ્વારા સર્ચ બાર વિજેટને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતાને પણ લિમિટેડ કરી નાખવામાં આવી છે.