બોયફ્રેન્ડ ઓન રેન્ટ : ઓડીથી આઇફોન સુધીની ફેસિલિટી આપતો બોયફ્રેન્ડ હવે મળશે ભાડે

બોયફ્રેન્ડ ઓન રેન્ટ : ઓડીથી આઇફોન સુધીની ફેસિલિટી આપતો બોયફ્રેન્ડ હવે મળશે ભાડે

શું તમે વેલેન્ટાઇન્સ ડે લોનલી એટલે કે એકલતાનો અનુભવ કરી રહ્યા છે. શું તમારી પાસે વેલેન્ટાઈન પાર્ટી માટે કોઈ પાર્ટનર નથી… તો હવે પરેશાન થવાની જરૂર નથી… કારણ કે હવે ભાડા પર બોયફ્રેન્ડ મળી શકે છે. જી હા… બોયફ્રેન્ડ ઓન રેન્ટ સર્વિસ પણ શરૂ થઈ છે. તો આવો જાણીએ બોયફ્રેન્ડ ઓન રેન્ટની સર્વિસ શું છે.

અનેક યુવતીને પ્રપોઝ કર્યું, પરંતુ નિષ્ફળતા જ મળી
આ સર્વિસની શરૂઆત આજથી ત્રણ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. 29 વર્ષના શકુલ ગુપ્તા નામના એક યુવકે બોયફ્રેન્ડ ઓન રેન્ટ નામની સેવાની શરૂઆત કરી છે. શકુલ જણાવે છે કે ‘મારા જીવનમાં મારી ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ ન હતી. હું ઈચ્છતો હતો કે કોઈ મને પણ હા કહે, માત્ર એક જ વખત…. હું આ માટે ઘણા પ્રયત્નો કરતો અને એ માટે ક્લબ અને એવી જગ્યાએ જતો, જ્યાં યુવા લોકો ક્રાઉડ હોય. શકુલે કહ્યું કે મેં અનેક છોકરીઓને પ્રપોઝ કર્યું, પરંતુ તેમણે માત્ર મને દોસ્ત ગણાવીને મારો પ્રસ્તાવ ફગાવી દીધો. એ બાદ મેં તે યુવતીઓ અંગે વિચારવાનું શરૂ કર્યું જેઓ વેલેન્ટાઈન્સ ડે પર એકલી રહે છે અને કોઈ સાથી મળે એવી ઈચ્છા રાખે છે.

શકુલ ગુપ્તાએ અનેક છોકરીઓને પ્રપોઝ કર્યું, પરંતુ તેમણે માત્ર મને દોસ્ત ગણાવીને મારો પ્રસ્તાવ ફગાવી દીધો.

જ્યારે દોસ્ત ડેટ પર જતા ત્યારે ઘણું જ દુઃખ થતું
જો રિજેક્શન શબ્દનો કોઈ સમાનાર્થી શબ્દ હતો તો એ હતું મારું નામ શકુલ. મારા મિત્રોને ડેટ પર જતા જોઈને હું ઘણો જ દુઃખી થતો હતો. એ બાદ એકાએક હું પોતાની સાથે જ હેંગઆઉટ કરવા લાગ્યો.’ શકુલે વધુમાં કહ્યું હતું કે ‘હું તે લોકોની ભાવનાઓને અનુભવી શકું છું, જે પોતાના સમગ્ર જીવનમાં એકલા રહે છે. કોઈ પોતાને કેટલો પ્રેમ કરી શકે છે અને વેલેન્ટાઈન્સ ડે જેવા દિવસે ગર્લફ્રેન્ડ ન હોવાની એક અક્ષમતાને સ્પષ્ટ રીતે દેખાડે છે.’ એ બાદ મેં એવી તમામ યુવતીઓ અંગે વિચારવાનું શરૂ કર્યું, જેઓ વેલેન્ટાઈન્સ ડેના દિવસે મારા જેવા કોઈ સાથીની તલાસમાં રહેતી હતી. એથી છેલ્લાં 3 વર્ષથી હું 14 ફેબ્રુઆરીના દિવસે ભાડા પરનો બોયફ્રેન્ડ બની રહ્યો છું.

આ રીતે શરૂઆત થઈ બોયફ્રેન્ડ ઓન રેન્ટની
શકુલે કહ્યું, 2018માં તેને @શકુલગુપ્તા ટેગ હેઠળ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓનલાઈન એક પોસ્ટ નાખી, જેમાં લખ્યું હતું કે ‘હું એક ઉદાર અને ખુલ્લા વિચારોવાળો યુવક છું. હું તમને આ વેલેન્ટાઈન્સ ડે પર મારો ખભો આપવા કે પોતાનો મિત્ર બનાવવા માટે ઉપલબ્ધ છું. હું તમને મેકઅપ પ્રેક્ટિસ મોડલ તરીકે પણ મદદ કરી શકું છું કે પછી જો તમે આરામ કરવા ઈચ્છો તો હું તમારી પસંદગીનું ખાવાનું પણ બનાવી શકું છું.’ આ મેસેજ વાંચીને કેટલીક ઈચ્છુક યુવતીઓએ મને મેસેજ કર્યા. જો સાચું જણાવું તો મને રેન્ટ ઓન બોયફ્રેન્ડ બનવા માટે કોઈ જ શરમ નથી. સાથે શકુલ કહે છે, ટેક્નિકલી હું સિંગલ છું.

છેલ્લાં ત્રણ વર્ષથી રેન્ટ પર કોઈના બોયફ્રેન્ડ બનતો શકુલ 45થી વધુ વખત ડેટ પર જઈ ચૂક્યો છે.

45થી વધુ ડેટ પર જઈ ચૂકેલો શકુલ આપે છે અનેક પેકેજ
છેલ્લાં ત્રણ વર્ષથી રેન્ટ પર કોઈના બોયફ્રેન્ડ બનતો શકુલ 45થી વધુ વખત ડેટ પર જઈ ચૂક્યો છે. શકુલ ગુપ્તા ભાડા પર કોઈના ફ્રેન્ડ બનવા માટે પોતાની નિર્ધારિત કિંમત પણ વસૂલે છે. 2018માં શકુલે વેલેન્ટાઈન્સ ડેના દિવસે બોયફ્રેન્ડ ઓન રેન્ટ બનવા માટે 4 જેટલાં પેકેજ જાહેર કર્યાં હતાં, જેમાં હાથ પકડવાથી લઈને ઈચ્છો તે કરી શકો છોની ઓફર પણ આપેલી છે. આટલું જ નહીં, શકુલ ગુપ્તાએ રેન્ટ ફોર બોયફ્રેન્ડ બનવા માટે કેટલીક ઓફર પણ મૂકી છે, જેમાં કોઈ પ્રોમો કોડ યુઝ કરીને 20 ટકા ઓફ તેમજ ફ્રીમાં પોતાની ઓડી કારની રાઈડ પણ સામેલ છે.

શકુલ ગુપ્તા કહે છે કે તેના આ પ્રયાસથી બંનેને ખુશી મળે છે, એ પછી ભલે થોડી ક્ષણ માટે જ કેમ ન હોય.

એકલતા ક્યાંક ખોવાય જાય છે
શકુલ ગુપ્તા કહે છે, તેના આ પ્રયાસથી બંનેને ખુશી મળે છે, એ પછી ભલે થોડી ક્ષણ માટે જ કેમ ન હોય. તે જણાવે છે, કોઈના સાથની ઊણપ તો અનુભવાય છે, પરંતુ જેટલું દુઃખ પહેલાં થતું હતું તેટલું તો હવે થતું નથી. શકુલ કહે છે કે જ્યારે કોઈ એકલતા અનુભવ કરનારનો સાથ મળી જાય છે ત્યારે એકલતા ક્યાંક ખોવાય જાય છે.

( Source – Divyabhaskar )