હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂનો રિપોર્ટ:અખબારની જાહેરાત સૌથી વિશ્વસનીય, સર્વાધિક 82% લોકોને પ્રિન્ટ પર વિશ્વાસ, લોકો ડિજિટલ એડ્ જોવાનું પસંદ નથી કરતા

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂનો રિપોર્ટ:અખબારની જાહેરાત સૌથી વિશ્વસનીય, સર્વાધિક 82% લોકોને પ્રિન્ટ પર વિશ્વાસ, લોકો ડિજિટલ એડ્ જોવાનું પસંદ નથી કરતા

અખબારમાં છપાયેલી જાહેરાતોની વિશ્વસનીયતા સર્વાધિક હોય છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ગ્રાહકો સોશિયલ મીડિયા એડવર્ટાઈઝિંગની તુલનાએ આજે પણ અખબાર, ટીવી, રેડિયો પર સૌથી વધુ ભરોસો કરે છે. આ તમામ માધ્યમોમાં પણ અખબાર સૌથી આગળ છે. જ્યાં સર્વાધિક 82% લોકોએ પ્રિન્ટ પર ભરોસો વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ મુજબ આ સ્ટડી એટલા માટે ચોંકાવે છે કેમ કે જ્યાં ગત દાયકો ડિજિટલ માર્કેટિંગ ટેક્નોલોજીના નામે રહ્યો, ત્યાં હવે ઈન્ટરનેટથી પોતાનું 100 ટકા સેલ કરનાર કંપનીઓ પણ પરંપરાગત જાહેરાતો(અખબાર, ટીવી-રેડિયો) પર પોતાનો ખર્ચ આગામી 12 મહિનામાં 11.7 ટકા વધારવાની છે. પરંપરાગત એડવર્ટાઈઝિંગ પર ફરીવાર વિશ્વાસ કરવાના આ મુખ્ય કારણો છે.

પોડકાસ્ટ એટલા માટે સફળ કેમ કે તે રેડિયો જેવું
પોડકાસ્ટ ઓન ડિમાન્ડ અપ્રોચ પર કામ કરે છે જે રેડિયો જેવું જ હોય છે. આ જ કારણ છે કે અહીં એડ્વર્ટાઈઝિંગ સફળ રહે છે. એડ્ વિઝના રિપોર્ટ મુજબ પોડકાસ્ટમાં 51% કન્ટેન્ટ વધ્યાં છે. નવા પોડકાસ્ટની સંખ્યા 53% વધી છે. જ્યારે પોડકાસ્ટ એડ્ ઈમ્પ્રેશન્સમાં 83%નો વધારો થયો છે. એડિસન રિસર્ચ સુપર લિસનર 2020ના રિપોર્ટ અનુસાર 45% પોડકાસ્ટ શ્રોતા માને છે કે તેમના હોસ્ટ ખરેખર તે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે જેની જાહેરાત તેમના શૉ દરમિયાન બતાવાય છે.

ડિજિટલ એડ્ એટલી અસરદાર નહીં જેટલી બતાવાય છે
સીએમઓના સરવે મુજબ 54.8% વેપારી રિયલ ટાઈમમાં ડિજિટલ માર્કેટિંગના પ્રદર્શન પર નજર રાખે છે. સાથે તે ડિજિટલ મીડિયાના હાઈપ્ડ રિટર્ન્સને શંકાની નજરે જોવા લાગ્યા છે કેમ કે પ્લેટફોર્મ દ્વારા જાહેરાતોની વિસ્તૃત યાદી અને તેના પ્રભાવ પર પણ નિયંત્રણ રખાય છે. તેણે જાહેરાતો સંબંધિત છેતરપિંડીના કારણે વિશ્વસનીયતાનું સંકટ પેદા કર્યું છે. એ પણ ચિંતાનો વિષય બન્યો છે કે કદાચ ડિજિટલ જાહેરાત એટલી અસરદાર નથી હોતી જેટલી બતાવાય છે.

પરંપરાગત મીડિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ
ડિજિટલ ટેક્નોલોજી પરંપરાગત રીતને પ્રભાવશાળી બનાવી શકે છે. ઉદાહરણ તરીકે કોણ કહી શકે કે ડાયરેક્ટ મેલ જેવી જાહેરાતની રીત ફરી અસ્તિત્વમાં આવશે પણ જ્યારે જાહેરાતદાતાઓએ તેને ક્યુઆર કોડ સાથે સાંકળી તો કન્ઝ્યૂમર્સ સુધી જાણકારીઓની પહોંચ સરળ બની ગઈ.

જાહેરાતની પરંપરાગત રીતો ગ્રો કરી રહી છે
હાઈપર-ટાર્ગેટિંગ અને પર્સનલાઈઝેશનના ડિજિટલ વાયદાની પણ તપાસ ચાલી રહી છે. ઉદાહરણ તરીકે જર્નલ ઓફ માર્કેટિંગમાં તાજેતરમાં પ્રકાશિત જિંગ લી અને તેમના સાથીઓના એક રિસર્ચમાં જાણ થઇ કે જો રિ-ટાર્ગેટિંગ સમયથી પહેલાં કરાય તો તે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. જ્યારે કમ્યૂટર સાયન્સમાં કરાયેલું રિસર્ચ જણાવે છે કે પર્સનલાઈઝેશનથી ગ્રાહકો દૂર પણ થઈ શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે બ્રાન્ડથી અપરિચિત હોય. વેપારી જૂથ હવે એવું સમજે છે કે ડિજિટલ મીડિયાથી થનારા લાભ બેધારી તલવારની જેમ છે અને હવે તે આંખો મીંચીને તેના પર ભરોસો કરી શકતા નથી. વિશ્લેષકો એક અરસાથી પરંપરાગત જાહેરાતોનાં પતનનું પૂર્વાનુમાન લગાવી રહ્યા છે પણ તે આજે પણ ન ફક્ત પ્રભાવી છે પણ એક દાયકામાં પહેલીવાર ગ્રો કરી રહી છે.

લોકોને ડિજિટલ એડ્ પસંદ નથી
હબ સ્પૉટનો સરવે જણાવે છે કે 57% લોકો વીડિયોથી પહેલા જાહેરાતને નાપસંદ કરે છે. 43% તો તેને જોતા પણ નથી. જ્યારે તે કોઈ આર્ટિકલ વાંચે છે કે વેબસાઇટ પર જાય છે તો ડિજિટલ એડ્ અવરોધ પેદા કરે છે. તેનાથી બ્રાન્ડ પ્રત્યે નેગેટિવિટી સર્જાય છે.

થર્ડ પાર્ટી કુકીઝનો અંત નજીક
થર્ડ પાર્ટી કુકીઝ...જેનાથી યુઝર માટે તેની રુચિ, સર્ચના આધારે જાહેરાતો દેખાય છે. ગૂગલ 2023ના અંત સુધી ક્રોમથી તેને હટાવી દેશે. એપલ પણ આવું કરશે. સીએમઓનો સરવે કહે છે કે આ જ કારણ છે કે 19.8% કંપનીઓએ હવે પરંપરાગત એડવર્ટાઈઝિંગમાં વધુ રોકાણ કર્યું છે.

 

  • એબિક્યુટીના રિસર્ચ અનુસાર અખબાર, ટીવી અને રેડિયો ડિજિટલ ચેનલ્સની તુલનાએ રિચ, એંગેજમેન્ટ અને એટેન્શનના સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જ્યાં ઓનલાઇન જાહેરાતોનો દર વધ્યો છે, પરંપરાગત મીડિયામાં ઘટ્યો છે.
  • માર્કેટિંગ શેરપાનો રિપોર્ટ જણાવે છે કે અડધાથી વધુ કન્ઝ્યુમર અખબારમાં છપાતી જાહેરાતોને રુચિના આધારે જુએ છે. જ્યારે ડિજિટલ એડથી યુઝર અકળાઈ જાય છે.