ટ્રેકટર રેલી:મહેસાણાના વિસનગરમાં AAPનો પ્રચંડ પ્રચાર, ગોપાલ ઈટાલિયાની હાજરીમાં 35 કિ.મી.લાંબી ટ્રેકટર રેલી યોજાઈ

ટ્રેકટર રેલી:મહેસાણાના વિસનગરમાં AAPનો પ્રચંડ પ્રચાર, ગોપાલ ઈટાલિયાની હાજરીમાં 35 કિ.મી.લાંબી ટ્રેકટર રેલી યોજાઈ

  • કિસાનોના સમર્થનમાં ટ્રેકટર રેલીનું આયોજન
  • 28મી ફેબ્રુઆરીએ જિલ્લા-તાલુકા અને ન.પા.ની ચૂંટણી

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે જેમાં ભાજપ , કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પ્રચંડ પ્રચાર કરી રહી છે. મહેસાણા જિલ્લા માં વિસનગર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત સીટ માટે ગોપાલ ઇટાલીયા એ ખેડૂતોના સમર્થન માં 35 કિલોમીટર લાંબી અને ભવ્ય ટ્રેકટર રેલી યોજી હતી. આ રેલીમાં મોટા ભાગે મહિલાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. હાલમાં જિલ્લામાં ચૂંટણીનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. જેમાં પક્ષ વિપક્ષ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાન માં ચૂંટણી જીતવા અને ઉમેદવારો ને રીઝવવા પ્રયાસ કરી રહી છે .

ગોપાલ ઇટાલીયાએ વિસનગર તાલુકાના ગામડાઓમાં જઈને આમ આદમી પાર્ટી માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. વિસનગર તાલુકા ના તમામ ગામડાઓ માંથી ખેડૂતો , માલધારીઓ અને દુકાનદારો તરફ થી હાલ માં આમ આદમી પાર્ટી ને સારો એવો સહકાર મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયાની વિસનગર ખાતે સભા યોજવામાં આવી હતી.આ સભામાં મોટી માત્રામાં લોકો સભા માં જોડાયા હતા. રાજયની 6 મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ આમ આદમી પાર્ટી સહિતની રાજકીયા પાર્ટીઓએ હવે 28મી ફેબ્રુઆરીએ યોજાનારી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે ધ્યાન કેંદ્રિત કર્યું છે.

( Source – Divyabhaskar )