લક્ઝરી ફળો:દુનિયામાં એવાં ફળો છે, જેની કિંમત લાખોમાં છે; દ્રાક્ષની 8 લાખ કિંમત અને ચોરસ તડબૂચના 60 હજાર

લક્ઝરી ફળો:દુનિયામાં એવાં ફળો છે, જેની કિંમત લાખોમાં છે; દ્રાક્ષની 8 લાખ કિંમત અને ચોરસ તડબૂચના 60 હજાર

  • એક કેરીની કિંમત 2.5 લાખ, સ્પેશિયલ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો
  • ગૌતમ બુદ્ધની આકૃતિવાળા જામફળની ખૂબ જ વધારે માગ
  • થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક કેરીનો બગીચો ખૂબ જ વાઇરલ થયેલો, કારણ કે 'ટાઈયો નો ટમૈંગો' નામની જાપાની કેરીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સુરક્ષા એટલા માટે હતી, કારણ કે આ લક્ઝરી કેરીની કિંમત 2.5 લાખ રુપિયા હતી. માત્ર કેરી જ નહીં, આવાં બીજાં ઘણાં લક્ઝરી ફળો છે, જેની કિંમત ચોંકાવનારી છે.
  •  

    જાપાનનાં 'રુબી રોમન' દ્રાક્ષને એની સાઇઝ અને ટેસ્ટને કારણે લક્ઝરી ફળોની શ્રેણીમાં ગણવામાં આવે છે. આ દ્રાક્ષનો એક દાણો પિંગપોંગ બોલ્સ જેટલો મોટો હોય છે. દરેક દ્રાક્ષના દાણાની સાઈઝ અને એનું ટેક્સ્ચર એકસમાન હોય છે. આ દ્રાક્ષનો ટેસ્ટ પણ વધારે સ્વીટ હોય છે. આ દ્રાક્ષને જાપાનના શિકાવા પ્રી ફ્રક્ચરલે તૈયાર કરી છે. થોડાં વર્ષો પહેલાં જાપાનમાં એક હરાજીમાં દ્રાક્ષના 24 દાણાને 8 લાખ 17 હજારમાં વેચવામાં આવ્યા. એક દ્રાક્ષના દાણાની કિંમત 35 હજાર રુપિયા હતી.
  • ગૌતમ બુદ્ધના આકૃતિવાળા જામફળનો સમાવેશ દુનિયાનાં સૌથી મોંઘાં ફળોમાં થાય છે. બુદ્ધા જામફળનો વિચાર સૌપ્રથમ ચીનના એક ખેડૂતને આવ્યો હતો. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી આવાં ખાસ આકૃતિવાળાં જામફળ પોતાના ખેતરમાં ઉગાવી રહ્યા છે. એક જામફળની કિંમત 700 રૂપિયા છે અને બુદ્ધ આકારને લીધે ઘણીવાર લોકો આની મોં માગી કિંમત પણ આપવા તૈયાર હોય છે.
  • ચોરસ આકારના તડબૂચોને દુનિયાનાં સૌથી મોંઘાં ફળોમાં ગણવામાં આવે છે. જાપાનમાં ચોરસ તડબૂચોને એક ચોરસ બોક્ષમાં ઉગાડવામાં આવે છે, જેને લીધે આ તડબૂચોનો આવો અનોખો આકાર જોવા મળે છે. પોતાના ખાસ આકાર અને ટેસ્ટના લીધે આ તડબૂચ ખૂબ જ મોંઘાં વેચાય છે. 5 કિલો ચોરસ તડબૂચની કિંમત લગભગ 60 હજાર રૂપિયા સુધીની છે.
  • સેંબેકિયા સ્ટ્રોબેરીને દુનિયાની સૌથી મોંઘી સ્ટ્રોબેરી ગણવામાં આવે છે. આ સ્ટ્રોબેરીનું નામ જાપાનની સૌથી જૂનાં ફળોની દુકાન પરથી રાખવામાં આવ્યું છે. 1934માં બનેલી સેંબેકિયા દુકાન જાપાનની સૌથી જૂનાં ફળોની દુકાનોમાં ગણવામાં આવે છે. આ સ્ટ્રોબેરી વધારે સ્વીટ હોય છે. આ સ્ટ્રોબેરી માત્ર જાપાનમાં જ મળે છે. આ સ્ટ્રોબેરીની કિંમત 85 ડોલર્સ એટલે કે 6 હજાર રૂપિયાની આસપાસ છે.
  • 'સેકાઇ ઇચી' સફરજનને દુનિયાના સૌથી મોંઘા અને પૌષ્ટિક ફળોમાં ગણવામાં આવે છે. આ સફરજન 1974માં જાપાનના માર્કેટમાં સૌપ્રથમ જોવા મળ્યાં હતાં. 'સેકાઇ ઇચી'નો મતલબ જાપાની ભાષામાં 'દુનિયામાં સૌથી સર્વક્ષેષ્ઠ' થાય છે. આ સફરજન વિશે એવું પણ કહેવામાં આવે છે કે ખેડૂત આને મધથી ધોવે છે અને હેંડ પોલિનેશનનો ઉપયોગ પણ કરે છે. આ સફરજનની કિંમત 1600 રુપિયા છે.
  • ( Source - Divyabhaskar )