જોનસન એન્ડ જોનસનનો દાવો:રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક, 8 મહિના સુધી ઇમ્યુનિટી જળવાશે

વેક્સિન 85 ટકા અસરકારક છે, સાથે જ એ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીને મોતથી બચાવે છે

કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટથી સમગ્ર વિશ્વ પરેશાન છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વેરિયન્ટ એટલો સંક્રમક અને મજબૂત છે કે એની પર વેક્સિનની અસર વધુ થતી નથી. જોકે ડેલ્ટા વેરિયન્ટ પર દરેક વેક્સિન કંપનીએ પોતપોતાના દાવા કર્યા છે. હવે જોનસન એન્ડ જોનસન કંપનીએ દાવો કર્યો છે કે એનો સિંગલ ડોઝ કોવિડ-19 વેેક્સિન ડેલ્ટા વેરિયન્ટ અને વાયરસના અન્ય સ્ટ્રેન પર ખૂબ જ અસરકારક છે.

આઠ મહિના સુધી ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો
જોનસન એન્ડ જોસનસનું કહેવું છે કે તેની વેક્સિન સંક્રમણની વિરુદ્ધ લાંબા સમય સુધી ડબલ સુરક્ષા આપે છે. કંપનીના ડેટાના જણાવ્યા મુજબ એની વેક્સિન લેનારા લોકોમાં ઓછામાં ઓછા આઠ મહિના સુધી ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. કંપનીનું કહેવું છે કે એની વેક્સિન 85 ટકા અસરકારક છે, સાથે જ તે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીને મોતથી બચાવે છે.

Caption

WHOએ ડેલ્ટા વેરિયન્ટ પર સખત ચેતવણી આપી
બ્રિટનમાં થોડા દિવસો પહેલાં બહાર પાડવામાં આવેલા એક ડેટા મુજબ, ફાઈઝરના બંને ડોઝ લીધા પછી ડેલ્ટા વેરિયન્ટથી 88 ટકા સુધી બચાવ થઈ શકે છે. જોકે એસ્ટ્રાજેનેકા 60 ટકા સુધી આ જીવલેણ વેરિયન્ટથી બચાવી શકે છે.

જ્યારે અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ(NIH)ની એક સ્ટડીમાં ભારત બાયોટેકની કોવેક્સિન ઘણી અસરદાર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. NIHનું કહેવું છે કોવેક્સિન Covid-19ના અલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટને પણ અસરકારક રીતે નિષ્ફળ બનાવી શકે છે.

WHOએ ડેલ્ટા વેરિયન્ટ પર સખત ચેતવણી આપતાં કહ્યું હતું કે સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ચૂકેલા લોકોને પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે. જે લોકોને વેક્સિનના બે ડોઝ લાગી ચૂક્યા છે તે પણ માસ્ક પહેરે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવે અને હાથાની સફાઈનું વિશેષ ધ્યાન રાખે.

( Source - Divyabhaskar )