રાજસ્થાનની સુમન રાવ બની ફેમિના મિસ ઇન્ડિયા 2019, CAની કરી રહી હતી તૈયારી
ફેમિના મિસ ઇન્ડિયા 2019નો તાજ રાજસ્થાનની સુમન રાવે જીતી લીધો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં આયોજીત મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં એક્ટ્રેસ હુમા કુરૈશી, ચિત્રાગંદા સિંહ, રેમો ડિસૂજા, વિક્કી કૌશલ અને આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોંસે, શહાને પિકૉક, મુકેશ છાબરા હાજર રહ્યા. સુમન રાવને મિસ ઇન્ડિયા 2018ની વિનર અનુકૃતિ દાસે તાજ પહેરાવ્યો.
સુમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે. સુમનનું કહેવું છે કે તેઓ જીવનમાં એ વસ્તુઓ કરવાની પણ હિંમત ધરાવે છે જેને લોકો અનિશ્ચિત માને છે. સુમન જીવનમાં સૌથી વધુ પ્રભાવિત પોતાના માતા-પિતાથી છે. મિસ ઇન્ડિયા 2019નો ખિતાબ જીતનાર સુમન કહે છે કે આ તેના માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. શું તમે એ વાત જાણો છે કે 2019ની મિસ ઇન્ડિયા સુમન 2018ની સાલમાં પહેલી રનર અપ રહી હતી.
ફેમિના મિસ ઇન્ડિયા 2019 હરિફાઇમાં કુલ 30 લોકોએ ભાગ લીધો હતો. આ ખાસ સાંજને કરણ જોહર, મનીષા પોલ, અને પૂર્વ મિસ વર્લ્ડ અને મિસ ઇન્ડિયા માનુષી છિલ્લરે હોસ્ટ કર્યું. 2018ની સાલની ઇવેન્ટની વાત કરીએ તો આ તાજને તામિલનાડુની અનુકૃતિ દાસે જીત્યો હતો. સુમન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. આ હરિફાઇને જીતવા સુધી તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટની બાયોમાં ખુદને 2018મા ફર્સ્ટ રનર અપ હોવાની વાત લખી રાખી હતી.