રાનૂ જેનું ગીત ગાઈને ‘રાણી’ બની એ લતા મંગેશ્કર આવ્યાં મેદાને, કહ્યું ‘લાંબો સમય નહીં ચાલે‘
રાનૂ મંડલે ઈન્ટરનેટ પર આ દિવસોમાં ખલબલી મચાવી દીધી છે. બધા જ લોકો રાનૂના અવાજનાં દિવાના થઈ રહ્યાં છે. પરંતુ હવે રાનૂ જેનું ગીત ગાઈને ફેમસ થઈ હતી એવા સ્વર કોકિલા લતા મંગેશ્કરે ખુદે પ્રતિક્રિયા આપી છે અને સલાહ આપી છે.
એક ઈન્ટરવ્યૂમાં રાનૂને લતા મંગેશ્કરે કહ્યું કે, જો મારા નામ અને કામથી કોઈનું ભલુ થતું હોય તો હું મને ભાગ્યશાળી સમજુ છું. પરંતુ હું એવું પણ માનું છું કે નકલ કરવાથી તો થોડો સમય જ અટેન્શન મળશે. લાંબો સમય નહીં ચાલે. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીત ગાઈને પણ આકાંક્ષી ગાયકોને થોડો સમય સુધી ખ્યાતિ મળે છે પરંતુ પછી એ લાંબો સમય નથી ટકતું.
તેણે આગળ કહ્યું કે રિયાલીટી શોમાં ઘણા બાળકો મારા ગીત ખુબ સારી રીતે ગાય છે. તેમાંથી ખુબ ઓછા લોકો હશે કે જેને બધા યાદ રાખે છે. હું માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને ઓળખું છું. તેણે રાનૂ વિશે વાત કરતા કહ્યું કે, ઓરિજનલ રહો, બધા જ સિંગરના એવરગ્રીન ગીતો ગાઓ પરંતુ થોડા સમય પછી પોતાનાં ગીત શોધી લેવા જોઈએ.
રાનૂ વિશે એક ખુલાસો બીજો પણ છે.
અત્યાર સુધી એ જાણકારી સામે આવી હતી કે હિમેશ રેશમિયાએ રાનૂ પાસે બે ગીત ગવડાવ્યા છે. પરંતુ રાનૂ મુજબ, હું પાંચ-છ ગીત રેકોર્ડ કરી ચૂક્યું છે. હું મુંબઈમાં મારું ઘર ખરીદવા માંગું છું, કારણ કે વારંવાર પ્લેનથી મારા ઘરથી મુંબઈ આવવું કઠિન છે. મુંબઈમાં સંગીતની દુનિયાથી સાથે જોડાવવું મારા માટે મોટી વાત છે. તેના માટે હવે મુંબઈમાં રહેવું માંગું છું. જો કે, મને ભગવાન પર વિશ્વાસ છે. હું તેના વિશે વધું નથી વિચારતી.