ગુજરાતી વગર ટીવીનાં ઈતિહાસમાં સૌથી લાંબો ચાલનારો શો અશક્ય છે!! આ રહ્યો પુરાવો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ હવે માત્ર કોઈ એક ઘર કે એક પ્રાંત પુરતું સિમિત નથી રહ્યું. ભારતનાં દરેક ઘરે ઘરમાં હવે તારક મહેતા ગુંજવા લાગ્યું છે. તેના દરેક પાત્રો પણ એટલા જ જોરદાર કે જે લોકોનાં દિલમાં રાજ કરી રહ્યાં છે. પરંતુ આ સિરિયલ કદાચ ગુજરાતીઓ સિવાય અધુરી છે. આમ કહીએ તો કહી શકાય કે ગુજરાતી ન હોત તો સિરિયલ જ ન હોત. આ શોએ ટેલિવિઝનના ઈતિહાસમાં બધાનો રેકોર્ડ તોડી નાખ્યો એટલો લાંબો ચાલ્યો છે અને હજુ તો ધોધમાર ચાલી રહ્યો છે. તારક મહેકા ઉલ્ટા ચશ્મા જાણીતા ગુજરાતી હાસ્યલેખક સ્વ. તારક મહેતાના ઉંધા ચશ્મા પરથી બની છે. તેમની આ કૉલમ ખૂબ જ લોકપ્રિય હતી.
તારક મહેતાની લોકપ્રિય રચનાને સાંપ્રત સમય સાથે સાંકળીને મોટા પડદા પર રજૂ કરવાનું શ્રેય અસિત મોદીને જાય છે. છેલ્લા 11 વર્ષથી આ શો દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો છે. તારક મહેતાનું સૌથી લોકપ્રિય અને પોતીકું લાગતું પાત્ર એટલે જેઠાલાલ ગડા. દિલિપ જોશીએ આ પાત્રને દરેક રીતે ન્યાય આપ્યો છે.
રાજ અનડકટ પહેલા ટપુના પાત્રમાં ભવ્ય ગાંધી જોવા મળતા હતા. જો કે બાદમાં તેમણે આ સીરિયલ છોડી દીધી. જો કે હજુ પણ એ નાનકડો તોફાની ટપુ લોકોના મનમાં જ છે. જેઠાલાલના બાપુજી અને ટપુના દાદાજી એટલા ચંપકલાલ ગડા. વડીલ અને માર્ગદર્શકના રૂપમાં અમિત ભટ્ટનું કામ દર્શકોને અપીલ કરે છે.
જેઠાલાલના ધર્મપત્ની એટલે કે દયાબેન. 2017 સુધી આ પાત્રમાં દિશા વાકાણી જોવા મળતા હતા અને તેમણે આ પાત્રને ઘર ઘરમાં જાણીતું બન્યું છે. તેઓ દોઢ વર્ષ જેટલા સમયથી માતૃત્વ રજા પર હતા. જો કે તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ તેઓ સીરિયલમાં પાછા નહીં ફરે. તારક મહેતાનો નટખટ, ખુરાફાતી સભ્ય એટલે ટપુ ઉર્ફે ટીપેન્દ્ર ગડા. ટપુની ટ્રિક્સ અને તોફાન મસ્તી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
જેઠાલાલાની મુસીબત વધારતા અને દયાબેનના પ્રિય ભાઈ એટલે સુંદર. આ પાત્ર મયુર વાકાણી ભજવતા હતા. જો કે લાંબા સમયથી તેઓ શોમાં જોવા નથી મળ્યા. તારક મહેતાને ડાયેટ ફૂડ ખવડાવતા તેમના પત્ની એટલે અંજલિ મહેતા. આ પાત્રથી નેહા મહેતાએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. તારક મહેતમાં સોનુનું પાત્ર ભજવીને જાણીતી થયેલી નિધિ ભાનુશાળી આમ તો શો છોડી ચુકી છે પરંતુ તેને આજે પણ યાદ કરવામાં આવે છે.
તારક મહેતાની સૌથી પહેલી સોનુ એટલે જીલ મહેતા. ટપુ ગેંગની આ સભ્યનો ઘણો મોટો ફેન બેઝ છે. તારક મહેતામાં સરદારજીના પાત્રમાં જોવા મળતા ગોગી એટલે કે સમય શાહ ગુજરાતી છે. જેઠાલાલની દુકાન સંભાળતા અને તેમની પાસેથી હંમેશા પગાર વધારાની માંગ કરતા નટુકાકા તો બધાને પ્રિય છે. ઘનશ્યામ નાયક આ પાત્રમાં રંગ રાખે છે. તેમના ઉમદા અભિનયથી તેઓ પાત્રને જીવી જાણે છે. નટુકાકાનો પ્રિય ભત્રીજો એટલે બાઘો. એ પણ ગુજરાતી જ છે.