કોર્ટમાં યમરાજ વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, જાણો સમગ્ર ઘટના વિશે

કોર્ટમાં યમરાજ વિરૂદ્ધ કેસ કરાયો દાખલ, જાણો સમગ્ર ઘટના વિશે

નવી દિલ્હી, 11 ઓક્ટોબર 2019, શુક્રવાર

કોલકત્તાની હાઈકોર્ટમાં એવી અરજી દાખલ થઈ છે જે અજીબ છે. અહીં હત્યાના બે આરોપીઓને સજા મળે તે પહેલા જ તેમનું મોત થયું. આ ઘટના બાદ આરોપીઓના પરિજનોએ કોર્ટ પાસે માંગ કરી કે તે યમરાજને નિર્દેશ કરે કે હત્યાના આરોપીઓને ફરી જીવિત કરી અને ધરતી પર મોકલે જેથી તે પોતાની સજા ભોગવી શકે !

આ સાથે જ મૃત આરોપીઓના પરિજનોએ કોર્ટમાં અરજી કરી છે કે યમરાજ તેમના નિર્દેશોનું પાલન કરતા નથી. યમરાજના આ વર્તન બદલ તેના પર કોર્ટની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે.

આ કેસની વિગતોનુસાર  પશ્ચિમ બંગાળના ગરુલિયામાં 1984માં સમર ચૌધરી અને તેના બે દીકરા ઈશ્વર અને પ્રદીપએ કોઈ વ્યક્તિને એટલો માર્યો કે તેમનું મૃત્યું થયું.

આ મામલે તેમને 5 વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ તેમણે નીચલી કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના કારણે તેમની સજા પર રોક લગાવાઈ હતી. પરંતુ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ પ્રદીપ અને સમરનું મોત થયું.