દયાભાભીની માત્ર એક ઝલકથી દેશમાં સૌથી વધુ જોવાતા શોના લિસ્ટમાં ખળભળાટ મચી ગયો
લોકો દયાભાભીને ભલે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરતા હોય પણ તેની કિંમત શું છે એ TRPના મામલે ખબર પડી ગઈ. હાલમાં જ દયાભાભી ફરીથી થોડાક સમય માટે તારક મહેતામાં જોવા મળી હતી. અને એ સાથે જ દેશમાં સૌથી વધુ જોવાતા શોના લિસ્ટમાં હલચલ મચી ગઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ટોપ 5 લિસ્ટમાં તો રહેતો જ. પરંતુ આ વખતે તેણે બધા જ શોને પછાડી દીધા છે અને નંબર 1 શો બની ગયો.
આની સામેનું એક જ કારણ સામે આવી રહ્યું છે કે શોમાં દેખાયેલી દયાબેનની એક માત્ર ઝલક. પ્રીતા અને કરણની લવ લાઈફમાં આવેલા ઝંઝાવાતને કારણે કુંડલી ભાગ્ય ટીઆરપી લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગયો. ત્યાર પછી ટીઆરપી લિસ્ટમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કૌન બનેગા કરોડપતિ ત્રીજા અને ચોથા નંબરે છે.
ત્યારબાદ નાયરા અને કાર્તિકની જોડી છે. કેબીસી પણ દર્શકોને જકડી રાખવામાં ઘણા અંશે સફળ રહ્યું છે. આ વખતે સૌથી વધુ જોવાયેલા શોમાં ઈન્ડિયન આઈડોલ 11નો પણ સમાવેશ થાય છે. તે પાંચમા ક્રમે પહોંચી ગયો છે. પછી જો છઠ્ઠા નંબરની વાત કરીએ તો છોટી સરદાર. કે જે ત્રીજા સ્થાનથી પટકાઈને સીધું છઠ્ઠા સ્થાને આવ્યું છે. કુમકુમ ભાગ્ય સાતમા અને કપિલ શર્મા શો આઠમા ક્રમે છે.