TikTok અને Insta Reelને ટક્કર આપશે YouTubeનું આ ધાંસુ ફીચર, જાણો તેની ખાસિયત

TikTok અને Insta Reelને ટક્કર આપશે YouTubeનું આ ધાંસુ ફીચર, જાણો તેની ખાસિયત

ટિકટોક (TikTok) અને ઈન્સ્ટા રીલ (Insta Reel) પછી હવે વિશ્વના સૌથી મોટા યૂઝર જનરેટેડ વીડિયો પ્લેટફોર્મ યૂટ્યૂબ(YouTube)એ શોર્ટ વીડિયો(Short Video)ની દૂનિયામાં પગલુ માંડ્યું છે. હવે યૂઝર્સ 15 સેકંડનો વીડિયો પણ યૂટ્યૂબમાં શેર કરી શકશે. યૂટ્યૂબના પહેલ શોર્ટ વીડિયો બનાવનાર બધા પ્લેટફોર્મ માટે કોઈ પડકારથી કમ નથી.

બે પ્રકારના વીડિયો કરી શકશો અપલોડ

કંપની અનુસાર, યૂટ્યૂબ શોર્ટ્સ પર બે પ્રકારના વીડિયો કરી શકાય છે. પહેલો, કેમેરા ટૂલ્સનો ઉપયોગ કરીને 15 સેકંડનો વીડિયો બનાવીને શેર કરવાનો છે, જ્યારે બીજામા 60 સેકંડ સુધીના વર્ટિકલ વીડિયો અપલોડ કરીને તેના ટાઈટલ અને ડિસ્ક્રિપ્સનમાં #Shorts લખવાનું રહેશે.

ક્યાં જોઈ શકશો વીડિયો

યૂઝર્સ વીડિયો અપલોડ કર્યા બાદ તેમને હોમ પેજમાં બનેલા શોર્ટ્સ વીડિયો સેલ્ફમા જોઈ શકશે. આ યૂટ્યૂબ એપમાં બીજી પણ જગ્યાએ જોવા મળશે. પરંતુ એવામાં સવાલ થાય છે કે, ખબર કેવી રીતે પડશે કે આપણને શોર્ટ્સ કેમેરા અપડેટ મળ્યું છે કે નહી? તેના માટે YouTube ઓપન કરો. ત્યાર બાદ ‘+’ આઈકોન દબાવો. જો તમને શોર્ટ્સ વીડિયો બનાવેલ જોવા મળે છે તો તેનો મતલબ છે તે તમારી પાસે શોર્ટ્સ કેમેરાનો એક્સેસ છે નહી તો નહીં.

YouTubeનું ફીચર બીજી કંપનીઓ માટે પડકાર

રિપોર્ટ અનુસાર આજે અંદાજે 60 કરોડ ભારતીયો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે અને તેમા યૂટ્યૂબ ઈન બિલ્ટ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. આ અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે, આવતા વર્ષે આ આંકડો 75 કરોડને પાર કરી જશે. આમ જોવા જઈએ તો યૂટ્યૂબના યૂઝર્સ ઈંસ્ટાગ્રામના 10 કરોડ એક્ટિવ યૂજર્સથી કેટલાય ઘણા વધારે છે. તમે આના પરથી જ યૂટ્યૂબની માર્કેટ પોઝિસન અને બિઝનેસનો અંદાજો લગાવી શકો છે.