વેક્સિનેશન : સોસાયટીમાં રસી લેનારા 100થી વધુ હશે તો AMC હવે ઘરે આવશે

વેક્સિનેશન : સોસાયટીમાં રસી લેનારા 100થી વધુ હશે તો AMC હવે ઘરે આવશે

કોરોનાની રસી માટેની ઝુંબેશ ઝડપી બનાવવા માટે નિર્ણય

કોરોનાની રસીની ઝૂંબેશ ઝડપી બનાવવા મ્યુનિ. હવે લોકોના ઘર આંગણે જઈ રસી આપવાની તૈયારી કરી છે. જે સોસાયટીમાં 100થી વધુ રસી લેનારા હશે ત્યાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગની ટીમ કીટ સાથે પહોંચી જશે.

શુક્રવારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં વેક્સિનેશન વધારવા અંગે સૂચનો મંગાવાયા હતા જેમાં સોસાયટીમાં સામૂહિક વેક્સિનેશન કાર્યક્રમ યોજવાના સૂચન ઉપર ચર્ચા થઈ હતી ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લઈ તમામ ઝોનના હેલ્થ ઓફિસરોને સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ મૂકી પોત-પોતાના ઝોનની મોટી સોસોયટીમાં સામે ચાલી વેક્સિનેશન પ્રોગ્રામ વધારવા આદેશ કરાયો હતો. 26 તારીખે મળેલા મેસેજમાં સોસાયટી અને યુનિવર્સિટીઓમાં જઈ વેક્સિનેશ આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનેશનનો આંકડો 25 હજારથી વધુ રહ્યો હતો. શનિવારે વેક્સિનેશનના ડોઝ ખૂટી પણ ગયા હતા. જોકે હવે કોર્પોરેશનના અધિકારીઓને 10થી 20 ટકા વધુ સ્ટોક રાખવા સૂચના અપાઈ છે.

( Source – Divyabhaskar )