LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 જવાનોના મોત

LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 જવાનોના મોત

ભારત અને ચીન વચ્ચે ગઈ કાલે ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં ભારતીય સેનાના 3 નહિં પણ 20 જવાનો શહીદ થયા હોવાનો ઘટસ્ફોટ વિશ્વસનીય સૂત્રોએ કર્યો છે. 

જ્યારે ભારતે ચીનને આકરો જવાબ આપતા ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. હજી આ આંકડો વધે તેવી  શક્યતા છે. સરહદે ભારતની નાની ટૂકડી પર ચીનના મોટી સંખ્યામાં આવેલા સૈન્ય જવાનોએ હુમલો કર્યો હતો. પરંતુ ભારતના જાંબાજ જવાનોએ ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. 

ભારતીય સેનાના જવાનો દ્વારા વળતા હુમલામાં ચીનના 5 સૈનિકો પણ મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે. ચીન તરફ હજી પણ વધારે સૈનિકોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. પરંતુ ચીન હંમેશાની માફક આ મામલે જુઠ્ઠું બોલી રહ્યું છે અને મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આજે CDS, ત્રણેય સેનાના પ્રમુખ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે દિવસભર બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ચીન સરહદે થયેલી ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.